NDA સાથે જ પણ પીએમ મોદી સાથે મંચ શેર નહિ કરું : મિઝોરમના સી એમ

1
102
NDA સાથે જ પણ પીએમ મોદી સાથે મંચ શેર નહિ કરું : મિઝોરમના સી એમ
NDA સાથે જ પણ પીએમ મોદી સાથે મંચ શેર નહિ કરું : મિઝોરમના સી એમ

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્રચએર પુર જોશમાં થઇ રહ્યો છે. રાજકીય પક્ષો પોતાના જીતના દવા પણ અત્યારથી જ આપી રહ્યા છે ત્યારે મિઝોરમમાં પણ આગની મહીને વિધાનસભા ચૂંટણી યોજાશે ત્યારે મણીપુર હિંસા ને કારણે પાડોશી રાજ્ય મિઝોરમમાં ભાજપની ઈમેજને ધક્કો લાગ્યો છે અને અસર પણ થઇ છે. હાલ મિઝોરમમાં એનડીએ સરકાર છે અને એનડીએ સહયોગી દળ મોઝો નેશનલ ફ્રન્ટ દ્વારા ભાજપને ફટકો આપ્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ શેર નહિ કરવાનો નિર્ણય લીધો છે. મિઝોરમના સી એમ જોરમથંગાએ કહ્યું કે અમે મિઝોરમમાં છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છીએ તેરહી અમે એનડીએ સાથે જ છીએ અને સાથ જાળવી રાખીશું પણ નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે તેમાં દેશના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પણ ચૂંટણી યોજાશે ત્યારે મિઝો નેશનલ ફ્રન્ટના અને એનડીએ ગઠબંધન સરકારના સી એમ જોરમથંગાએ પીએમ સાથે મંચ શેર કરવાની ના પડી ડીસી છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન આગામી 30 ઓક્ટોબરે મિઝોરમમાં મમિત શહેરની મુલાકાત કરશે તેવી સંભાવના છે.

આપને જણાવી દઈએ કે મણીપુર હિંસામાં મૈતેઈ સમુદાયના લકોએ ચર્ચ પર હુમલા કર્યા હતા . ભાજપ મણિપુરમાં મૈતેઈ સમુદાયની સમર્થક મનાય છે. અને ભાજપની કટ્ટર હિન્દુત્વની છાપ પણ છે અવ સંજોગોમાં હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મંચ પર આવીને ચૂંટણી પ્રચાર કરીશ તો અમારા પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટને નુકશાન થશે તેવું મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ એજ નિવેદનમાં જણાવ્યું.

અહી ઉલ્લેખનીય છેકે લોકસભામાં પીરમ મોદી સામેના અવિશ્વાસ પ્રસ્તાવ ઓગસ્ટમાં લાવવામાં આવ્યો ત્યારે પણ મિઝો નેશનલ ફ્રન્ટ દ્વારા આ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું હતું. પરંતુ વોટીંગ સમયે પક્ષના એક માત્ર સાંસદે સમર્થનમાં કે વિરોધમાં વોટ આપ્યો ન હતો . મણીપુર હિંસાને કારણે મિઝો નેશનલ ફ્રન્ટ અને ભાજપ વચ્ચે સંબધોમાં તિરાડ આવી છે. જોકે મુખ્યમંત્રી જોરમથંગાએ ચોખવટ પણ કરી છે કે તેઓનો પક્ષ એનડીએ સાથે જ છે અને કોંગ્રેસનો વિરોધ ચાલુ જ રહેશે . અને ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસની હાજરી છે એર્લે ક્યારેય તે આ ગઠબંધનમાં જોડાશે નહિ. આજ કારણે તેઓ ભાજપ સાથેના ગઠબંધનમાં જોડાયેલા છે. તેમનું માનવું છે કે મોઝોરામમાં આવતા શરણાર્થીઓ મણીપુરના હોય કે મ્યાનમારના તેમને સમર્થન કરવાથી તેમના પક્ષને ફાયદો થશે . આપને જણાવી દઈએ કે મિઝોરમમાં 87 ટકા વસ્તી ખ્રિસ્તી છે જયારે હિન્દુઓની વસ્તી માત્ર 2.75 ટકા છે.

1 COMMENT

Comments are closed.