દિલ્હી પોલીસમાં થશે બમ્પર ભરતી – યુવાઓ માટે સારા સમાચાર

1
62
દિલ્હી પોલીસમાં થશે બમ્પર ભરતી - યુવાઓ માટે સારા સમાચાર
દિલ્હી પોલીસમાં થશે બમ્પર ભરતી - યુવાઓ માટે સારા સમાચાર

દિલ્હી પોલીસમાં ટૂંક જ સમયમાં ભરતી કરવામાં આવશે અને આ સમાચાર આવતાની સાથેજ દિલ્હી સહિત આસપાસના રાજ્યોના યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ દિલ્હી પોલીસની ખાલી જગ્યાઓ પર ભરતીનો આદેશ આપ્યો છે. એલ.જી વીકે સક્સેનાએ જણાવ્યું કે દિલ્હી પોલીસમાં કાયમી ભરતી કરવાની પ્રક્રિયા અંગેની કામગીરી કરવામાં આવશે. યુવાનો માટે આ એક સારા સમાચાર કહી શકાય જે પોલીસ ફોર્સમાં જોડવા માંગે છે અને ઘણા લાંબા સમયથી દિલ્હી પોલીસ ભરતી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. યુવાનોને દિલ્હી પોલીસમાં જોડાવવાની સુવર્ણ તક આવી રહી છે. આપને જણાવી દઈએ કે દિલ્હી પોલીસમાં 13 હજાર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ માટે ભરતી પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ ભારતીઓ અંગે જાહેરાત આપવામાં આવી છે. LGએ કરેલા આદેશ અંતર્ગત દિલ્હીમાં જુનિયર રેન્કની 13,013 ખાલી જગ્યાઓ પર જુલાઈ 2024 સુધીમાં ભરવામાં આવશે. તેમાંથી આ વર્ષે ડિસેમ્બર 2023માં 3521 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ તમામ ભારતીઓની જાહેરાત પણ પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા , PE, MT, ટાઈપીંગ ટેસ્ટ લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભરતીની પ્રક્રિયા ડિસેમ્બર 2023 થી જુલાઈ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

દિલ્હી પોલીસમાં ટેકનીકલ પોસ્ટ પર થશે ભરતી

દિલ્હી પોલીસમાં ફોટોગ્રાફર , ડ્રાફ્ટમેન, સ્ટોર ક્લાર્ક , ફીટર, માસ્ટ લશ્કર , એમટી હેલ્પર, સ્ટોર મેન, આસીસ્ટન ટેકનીશીયન, વર્કશોપ હેન્ડ્સ , સહિતની 418 પોસ્ટ્સ પર ભરતી થશે. આ માટે વેપાર અને કૌશલ્ય કસોટી કરવા માટે જરૂરી રેન્ક પણ ભરવામાં આવશે. અ ઉપરાંત 840 મલ્ટી ટાસ્ક સ્ટાફની પણ નિમણુક કરવામાં આવશે. SSC દ્વારા કરવામાં આવતી ભરતીઓમાં 11,214 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે અલગ અલગ તબક્કાઓમાં કામગીરી થશે. પરન્રું ડિસેમ્બર 2023માં થનારી 1799 ખાલી જગ્યાઓ પર ભરતી માટેની ટૂંક સમયમાં ભરતી અંગેની જાહેરાત કરવામાં આવશે.

દિલ્હી પોલીસમાં કઈ જગ્યાઓ પર થશે ભરતી જે જોઈએ

1

દિલ્હી પોલીસમાં ભરતીના સમાચાર જાહેર થતાજ યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે . દિલ્હી પોલીસની કદાચ પાછલા વર્ષોમાં સૌથી મોટી ભરતી છે. અગાઉ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હી પોલીસમાં મોટા પાયે ભરતી થઇ હતી. પરંતુ સુરક્ષા કારણોસર ફિલ્ડ ડ્યુટી સિવાય ઇફીસ વર્ક સાથે સંબધિત કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

1 COMMENT

Comments are closed.