બાલાસિનોરમાં મહિલાઓ કેમ બની રણચંડી

0
45

માટલા ફોડવાની સાથે ઓફિસોના કાંચ પણ તુટ્યા

બાલાસિનોર નગરપાલિકા માં મહિલાઓ રણચંડી બનીને  માટલાં ફોડ કરવા માટે પહોચી બાલાસિનોર નગરપાલિકા માં સમાવિષ્ટ નવાપુરા ગામની મહિલાઓ રોષે ભરાઇ હતી તેમની માનીએ તો છેલ્લા ત્રીસ વર્ષથી પાણી ,ગટર અને રસ્તા ની પાયાની સુવિધાઓ થી વંચીત છે.તેઓએ માંગ કરી કે સુવિધાઓ આપો  નહી તો પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવે,તેમની વાત સાંભળવા માટે કોઇ જવાબદાર અધિકારીઓ ન હોવાથી તેઓએ માટલા ફોડીને વિરોધ નોધાવ્યો હતો, સાથે બારીઓના કાચ પણ તોડ્યા હતા,મહત્વની વાત એ છે કે મહિલાઓના રોષ સામે સ્થાનિક પોલીસને બોલવાયા હતા, અને મામલો થાળે પાડવામા આવ્યો હતો