Ayodhya : અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે. તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે. રામ નગરીમાં તૈનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. રામલલાના દર્શન માર્ગ પર પણ ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે.
Ayodhya : કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર
Ayodhya : મળતી માહિતી મુજબ, ધમકીભર્યા ઓડિયોમાં જૈશ-એ-મોહમ્મદનો આમીર નામનો આતંકવાદી એવું કહેતા સંભળાય છે કે, અમારી મસ્જિદ હટાવી દેવાઈ છે અને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે બોંબમારો થશે. આતંકવાદી કહી રહ્યો છે કે, અમારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે અને હવે આ મંદિરને તોડવું પડશે. એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
Ayodhya : આ અગાઉ રામ મંદિરને ઊડાવાની ધમકીઓ મળી છે
Ayodhya : આ અગાઉ પણ અયોધ્યાના રામ મંદિર પર હુમલાની ધમકી આ પહેલા પણ બે-ત્રણ વખત મળી ચુકી છે. ગત વર્ષે પણ ધમકીઓ મળી હતી. જોકે, તે પછી તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા 2005માં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પણ અહીં હુમલો કર્યો હતો. હવે ફરી એકવાર જૈશ-એ-મોહમ્મદના નામે અયોધ્યામાં આતંકવાદી હુમલાનો ઓડિયો વાયરલ થયો છે, જેથી તાત્કાલિક તકેદારી વધારી દેવામાં આવી છે. એલર્ટ બાદ અયોધ્યામાં સતર્કતા વધારી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં તેમજ તેની આસપાસ બેરીકેટીંગ વિગેરેમાં પણ ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે.
Ayodhya : રામપથ પર વિવિધ સ્થળોએ હાજર શ્રદ્ધાળુઓ પર દેખરેખ વધારવાની સાથે શંકાસ્પદ વસ્તુઓ અને ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન અને એરપોર્ટની આસપાસ સુરક્ષા વધારવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ પર પણ શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો