પીએમ મોદી કેમ કરશે 36 કલાકમાં પાચ હજાર કિલો મિટરની સફર

0
129

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી એપ્રિલથી 2 દિવસીય દેશના વિવિધ રાજ્યોના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ 36 કલાકમાં 7 રાજ્યોમાં 8 અલગ-અલગ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5000 કિલોમીટરની સફર કરશે. તમને જણાવી દઇએ કે , PM મોદી 24મી એપ્રિલે સવારે તેમના પ્રવાસની શરૂઆત કરશે. દિલ્હીના ખજુરાહો સુધી મુસાફરી કરીને રીવા જશે. ત્યારબાદ PM મોદી કોચી જશે. અહીં તેઓ યુવમ કોન્કલેવમાં ભાગ લેવા માટે હવાઈ માર્ગે 1700 કિમીની સફર ખેડશે.વડાપ્રધાન મોદી કોચીથી તિરુવનંતપુરમ જશે.. તેઓ અહીંથી સુરત થઈને લગભગ 1570 કિમીનું અંતર કાપીને સિલવાસાની મુલાકાત લેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી દેવકા સીપ્રંટના ઉદ્ઘાટન માટે દમણ જશે. અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને તેઓ સુરત આવશે. ત્યાર બાદ તેઓ 940 કિમીની સફર ખેડીને સુરતથી દિલ્હી પરત ફરશે. વડાપ્રધાન 5300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. PM મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.