ભારતીય સંસ્કૃતિમાં ઘરેણા પહેરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. સ્ત્રી હોય કે પુરુષ, તમે સોના અને ચાંદીના દાગીના પહેરેલા જોયા હશે. ખાસ કરીને મહિલાઓમાં સોનાના ઘરેણાં પહેરવાનો ક્રેઝ વધુ હોય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ મહિલાને પગમાં સોનાના દાગીના પહેરેલી જોઈ છે..? ક્યારેય નહીં. આખરે એની પાછળનું રહસ્ય શું છે..? તો ચાલો આજે અમે આપને જણાવીશું કે કેમ કમરના નીચેના ભાગમાં સોનું નથી પહેરવામાં આવતું અને કમરના ઉપરના ભાગમાં કેમ ચાંદી પહેરવું વર્જિત છે- શું છે તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય –
આયુર્વેદમાં એક કહેવત છે કે પગ ગરમ, પેટ નરમ, અને માથુ ઠંડુ હોવુ જોઇએ. આ વ્યક્તિના શ્રેષ્ઠ સ્વાસ્થ્યના લક્ષણ છે. જો ઘરેણાની વાત કરીએ તો સોનુ ગરમ અને ચાંદી ઠંડી પ્રકૃતિ ધરાવે છે. શરીરમાં ઉર્જાનો પ્રવાહ નીચેથી ઉપરની તરફ હોય છે.
- સોનાનાં બનેલા દાગીનાની તાસીર ગરમ હોય છે અને ચાંદીની તાસીર શીતળ. મનુષ્યનાં પગ ગરમ હોવા જોઇએ અને માથુ ઠંડું હોવું જોઈએ. તેથી માથા પર સોના અને પગમાં ચાંદીનાં દાગીના પહેરાવમાં આવે છે. તેનાથી ચાંદીમાંથી ઉત્પન્ન ઠંડક માથા સુધી પહોંચે છે અને સોનામાંથી ઉત્પન્ન ઊર્જા પગમાં જાય છે.
- પગમાં ચાંદીની બનેલી વસ્તુઓ પહેરવાથી માણસ ઘણી બીમારીઓથી બચી જાય છે. ચાંદીની ઝાંઝર કે વિંછી પહેરવાથી પીઠ, ઘુંટણનો દુઃખાવો, એડી, સાયટીકા અને હિસ્ટીરિયા જેવા રોગોમાં રાહત મળે છે, જ્યારે માથા અને પગમાં યોગ્ય દાગીનાં પહેરવામાં આવે તો મસ્તિષ્ક તથા પગ બંનેમાં એક સરખી ઊર્જા પ્રવાહિત થાય છે.
- ચાંદીના આભુષણ ચાલતા કે કામ કરતા સમયે પગ સાથે રગડાય છે. જેનાથી હાડકા મજબૂત બને છે. પહેલાના સમયમાં પુરુષ અને સ્ત્રીઓ બંને પગમાં કડલા જેવા આભુષણ પહેરતા હતા, પરંતુ આજકાલ આ ચલણ મહિલાઓ સુધી જ સિમિત રહ્યો છે.
- પગના હાડકામાં દુખાવાની સમસ્યા હોય તો તેઓ ચાંદીની પાયલ પહેરવી શ્રેષ્ઠ મનાય છે કારણ કે પાયલ પગ પર ઘસારો થવાથી હાડકા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. આના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે.
- ચાંદીની વીંટી પહેરવાથી માસિક ધર્મ નિયમિત રહે છે કારણ કે વીંટી પગમાં એક્યુપ્રેશરનું કામ કરે છે.
ધાર્મિક માન્યતા :
હિન્દુ ધર્મમાં એવી માન્યતા પ્રચલિત છે કે પગમાં સોનું ન પહેરવું જોઇએ, તેથી જ પગમાં ચાંદીની વેઢ કે ઝાંઝરા પહરેવામાં આવે છે. આ પાછળ એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને સોનું ખુબ પસંદ છે. સોનું ધારણ કરવાથી વિષ્ણુ ભગવાન ખુબજ પ્રસન્ન થાય છે.
- ધાર્મિક રૂપથી ભગવાન નારાયણને પીળો રંગ અતિપ્રિય છે. જેના કારણે સોનુ તેમની પ્રિય ધાતુ છે અને જો તેને પગમાં ધારણ કરીએ તો માતા લક્ષ્મી અને વિષ્ણુનુ અપમાન માનવામાં આવે છે. હિન્દુશાસ્ત્રમાં પગમાં સોનુ ન પહેરવા માટે કહેવામાં આવ્યુ છે. આવું કરવાથી લક્ષ્મી રૂઠી જાય છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
- ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સોનું ખૂબ જ પ્રિય છે, તેથી હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે સોનાને નાભિની નીચે એટલે કે કમરથી નીચે પહેરવાની મનાઈ છે.
જ્યોતિષ કારણો :
- પગના સાંધામાં કે જે સ્થાન પર પાયલ કે કડલા પહેરવામાં આવે છે તેને કેતુનું સ્થાન માનવામાં આવે છે. જો કેતુમાં શીતળતા ના હોય તો તે હંમેશા નકારાત્મક વિચારસરણી આપે છે. તેથી કેતુને નિયંત્રિત રાખવા અને સહનશક્તિ વધારવા માટે ચાંદીને પગમાં ધારણ કરવું જરૂરી છે.