Bank Job : ગુજરાત રાજ્યના બેંક ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કુલ 2100 જગ્યાઓ માટે IDBI બેંકે ભરતી જાહેર કરી છે. ૨૨ નવેમ્બર થી IDBI પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થઇ ગઈ છે અને ૦૬ ડિસેમ્બર સુધી આ IDBI ભરતીના ફોર્મ ભરી શકાશે. IDBI બેંકે જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ O અને એક્ઝિક્યુટિવ પોસ્ટ માટેની ભરતી બહાર પડી છે. આ જગ્યાઓ પર ભરતી કોન્ટ્રાક્ટ આધારે થશે. ઓનલાઈન ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પર્સનલ ઈન્ટરવ્યુ અને પ્રી-રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ પછી પસંદગી કરવામાં આવશે.
IDBI બેંક દ્વારા વિવિધ 21૦૦ જગ્યાઓ માટે ભરતી સતાવાર વેબસાઇટ https://www.idbibank.in/ પર પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે. વધુ માહિતી માટે આગળની વિગતો જુઓ-
ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું :
બેંક | IDBI બેંક |
પોસ્ટ | જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ O અને એક્ઝિક્યુટિવ |
કુલ જગ્યાઓ | 2100 |
અરજી કરવાની તારીખ | 22 નવેમ્બર 2023 |
અરજીની અંતિમ તારીખ | 6 ડિસેમ્બર 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://ibpsonline.ibps.in/ |
IDBIમાં ભરતી માટેની લાયકાત :
જુનિયર આસિસ્ટન્ટ મેનેજર: ઓછામાં ઓછા 60% સાથે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. જ્યારે SC/ST/PwBD ઓછામાં ઓછા 55% સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
એક્ઝિક્યુટિવ-સેલ્સ અને ઓપરેશન્સ: કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું આવશ્યક છે.
પગાર ધોરણ :
- જુનિયર આસિસ્ટન્ટ મેનેજર: CTC 6.14 લાખથી 6.50 લાખ વચ્ચે હશે.
- એક્ઝિક્યુટિવ-સેલ્સ અને ઓપરેશન્સ: પ્રથમ વર્ષ માટે રૂપિયા 29,000/- દર મહિને, બીજા વર્ષથી રૂપિયા 31,000/- દર મહિને
વય મર્યાદા :
વય મર્યાદા લઘુત્તમ 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ રાખવામાં આવી છે.
ઉંમરની ગણતરી 1 નવેમ્બર 2023ના રોજ સુધીની કરવામાં આવશે.
સરકાર તરફથી જે કેટેગરીમાં છૂટ આપવામાં આવી છે તેમાં પણ છૂટછાટ આપવામાં આવશે. (સરકારી નિયમો અનુસાર)
પસંદગી પ્રક્રિય :
આઈડીબીઆઈ બેંક માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યુ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.
સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP