યુકેમાં કરોડો મોબાઈલમાં ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ ચેક કરવામાં આવ્યા. આ દરમિયાન બધા લોકોના મોબાઈલમાં એક સાથે જોરથી એલાર્મ વાગ્યા અને વાઇબ્રેટ થયા. આવી જ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ જાપાન, કેનેડા, નેધરલેન્ડ અને અમેરિકામાં પણ છે. આ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો હેતુ એ છે લોકોને કટોકટીના સમયમાં આ એલાર્મ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા જેનાથી લોકો પોતાની સુરક્ષા કરી શકે. ઈમરજન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટ માટે લોકોને મોકલવામાં આવેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તે ઈમરજન્સી એલર્ટ ટેસ્ટ છે. યુકે સરકારની આ નવી સેવા દ્વારા જાનમાલના નુકસાન થાય તેવી આપત્તિ અથવા કટોકટીની પરિસ્થિતિ વિશે લોકોને માહિતી આપવામાં આવશે આ એલર્ટ સિસ્ટમ પૂર, આગ વગેરે જેવી ઘટના દરમિયાન ખૂબ મદદરૂપ થશે. યુકે સરકારના આ ટેસ્ટ દરમિયાન ફોન સાયલન્ટ રહે તો પણ એલાર્મ વાગશે. બીજી તરફ જેઓ તેમના મોબાઈલ પર ઈમરજન્સી એલાર્મ વાગે તેવું ઈચ્છતા નથી તેમને મોબાઈલ સ્વિચ ઓફ કરવાની સલાહ આપવામાં આવી છે.