ઉત્તર પ્રદેશના ભાજપ નેતા નરેશ અગ્રવાલે લધુમતી સમાજને સંબોધતા કહ્યુ કે ભાજપને વોટ નહી આપો તો તમે મુખ્ય ધારાથી અલગ થઇ જશો, તમને જણાવી દઇએ કે નરેશ અગ્રવાલ પુર્વ સાંસદ છે,, તેઓ હરદોઇમાં સભા સંબોધિત કરી હતી, જેમાં તેઓએ કહ્યું હતુ કે ગત ચૂંટણીમાં તમે ભાજપને વોટ ન આપીને ભુલ કરી હતી,આ વખતે વોટ નહી આપો તો ભુલ કરશો,, અમને આશા છે આ વખતે થોડી ટકાવારી વોટની વધી જશે, જો તમે વોટ નહી આપો તો ભાજપને એટલા વોટ તો મળી જ જવાના છે, પણ તમે ભાજપને વોટ ન આપી ને મુખ્ય ધારાથી અલગ થઇ રહ્યા છો,,તેમનો આ વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે