રાહુલ ગાંધીએ ફરી એક વાર રેલ્વે મંત્રીનું રાજીનામું માગ્યું
ભાજપ હમેશા સમસ્યા માટે કોંગ્રેસને દોષ આપે છે- રાહુલ
એક તરફ ઓડિસા ટ્રેન દુર્ઘટનામાં હવે ટ્રેનોનું આવાગમન શરુ થઇ ગયનો છે, અને રેલવે મંત્રી ભાવુક થયા છે તેવા પણ સમાચાર આવ્યા છે, ત્યારે વિદેશી ઘરતી પર ફરી એક વાર રાહુલ ગાંધીએ આડકતરી રીતે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવનો રાજીનામું માંગ્યુ છે, રાહુલ ગાંધીએ ન્યૂયોર્કના ભારતિય ડાયસ્પોરાનો સંબોધતા કહ્યુ કે મને યાદ છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે એક ટ્રેન અકસ્માત થયો હતો.પણ કોંગ્રેસે એવુ નથી કહ્યુ કે અંગ્રેજોની ભૂલને કારણે આ દુર્ઘટના થઇ છે , કોંગ્રેસના મંત્રીએ જવાબદારી લઇ રાજીનામું આપી દીધુ,”. પણ ભાજપની કેન્દ્ર સરકાર વાસ્તવિકતા નથી જોતી માત્ર, બહાના બનાવે છે,જ્યારે પીએમ મોદીને કોઇ પણ સમસ્યાની વાત કરીએ તો એવુ જ કહેશે કોંગ્રેસે કર્યુ છે, તમે ગાડી ચલાવો છો તો શુ પાછળ જુઓ છો કે આગળ,, આમ રાહુલ ગાંધીએ ફરીથી એક વાર પીએમ મોદી ઉપર સવાલો ઉભા કર્યા હતા,
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ