ગઢડા મંદિરમાં કોણે ચઢાવ્યા કરોડોનો મુઘટ

0
148

ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ૨૯ વર્ષ ગઢડામા રહી ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવી છે અને સ્વામીનારાયણ ભગવાને ગઢડામા સ્વામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનો ગ્રંથ શિક્ષાપત્રીની રચના ગઢડામા કરી હતી. એટલેજ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ ગણાય છે. ગઢડામા આવેલ ગોપીનાથજી મંદિરે મુંબઈ ના અજમેરા પરીવાર દ્વારા ગોપીનાથજી ભગવાનને કરોડોની કિંમતનો સોનાનો અને સાચા હિરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. વડતાલ ગાદિના ગાદિપતી પૂ. આચાર્ય રાકેશ પ્રકાશ મહારાજ અને સંતો ની વિશેષ ઉપસ્થિતીમાં અજમેરા પરીવારે રત્ન જડિત કરોડો રૂપિયાનો મુગટ આચાર્ય મહારાજને અર્પણ કર્યો હતો. જ્યારે આચાર્ય મહારાજ અને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા હતા.