જિનપિંગને કોણે ગણાવ્યા તાનાશાહ

0
75
Who called Jinping a dictator?
Who called Jinping a dictator?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શી જિનપિંગને તાનાશાહ  ગણાવ્યા

ચીન અને અમેરિકા વચ્ચે ખટરાગ યથાવત

જિનપિંગને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તાનાશાહ  ગણાવ્યા. યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યાના એક દિવસ પછી, રાષ્ટ્રપતિ જો બાઈડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તાનાશાહ  કહ્યાં છે.  અમેરિકી રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. મંગળવારની રાત્રે કેલિફોર્નિયામાં એક શિલાયાન્સના કકાર્યક્રમમાં બાડને જણાવ્યું હતું કે શી એક શંકાસ્પદ ચાઈનીઝ જાસૂસી બલૂન યુએસમાં પ્રવેશ્યા હતા અને યુએસ ફાઈટર જેટ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યા હતા.આનાથી તેઓ શરમ અનુભવે છે તાનાશાહ માટે આ ખૂબ જ શરમજનક બાબત છે.

બાઈડેનની ટિપ્પણી પર ચીન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી બ્લિંકનની બેઇજિંગની મુલાકાત, પાંચ વર્ષમાં ચીનના રાજ્ય સચિવ દ્વારા પ્રથમ વખત, બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય સંવાદની પુનઃશરૂઆતની નિશાની છે.

અમેરિકાના પરાષ્ટ્રપતિ  જો બાઈડન અને શી જિનપિંગ ગયા નવેમ્બરમાં ઇન્ડોનેશિયામાં G7 સમિટની પ્રથમ વખત રૂબરૂ મળ્યા હતા. બ્લિન્કેનની સફર, જેની જાહેરાત બાઈડન અને શી જિનપિંગ    દ્વારા તેમની મીટિંગ પછી કરવામાં આવી હતી, તે મૂળ ફેબ્રુઆરીમાં નક્કી કરવામાં આવી હતી અને તેને એક મહત્વપૂર્ણ ફોલો-ઓન તરીકે જોવામાં આવી હતી. જો કે, શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન અમેરિકામાં પ્રવેશતા આ મુલાકાત મુલતવી રાખવી પડી હતી. 

બિજિંગમાં એક તરફ બ્લિન્કને અમેરિકા અને ચીન વચ્ચે સબંધો સુધારવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે મંગળવારની રાત્રે કેલિફોર્નિ્યામાં એક પ્રોજેકટના શિલાન્યાસ સમારોહ દરમિયાન બાઈડને કહ્યુ હતુ કે, તાજેતરમાં જ એક ચીની ગુબ્બારો જાસૂસી માટે અમેરિકાની હવાઈ સીમામાં પ્રવેશ્યો હતો. આ ગુબ્બારાને અમેરિકાએ તોડી પાડ્યો હતો અને તેના કારણે જિનપિંગ રોષે ભરાયા હતા પણ તેમને ખબર નહોતી કે આ ગુબ્બારો અમેરિકાના આકાશ પર હતો. 

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ