Home Main ભારત કેવી રીતે પાકિસ્તાન અને ચીન પર પડ્યો ભારે- યુએનમાં દેખાડ્યો અરિસો

ભારત કેવી રીતે પાકિસ્તાન અને ચીન પર પડ્યો ભારે- યુએનમાં દેખાડ્યો અરિસો

0
563

ભારત એ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી. ભારતએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને સાથે ભારતના રાજદ્વારી પ્રકાશ ગુપ્તાએ યુએનમાં જ પાકિસ્તાન ના આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી. સાથે ભારત કઇ રીતે પાકિસ્તાન સમર્થીત આતંકવાદથી પીડિત છે તેમાં પાકિસ્તાની ધરતીનો કઇ રીતે ઉપયોગ થઇ રહ્યો  તેની માહિતી આપી હતી, સાથે ચીનને પણ આડકતરી રીતે સંદેશ આપ્યો હતો, પાકિસ્તાન ના આતંકવાદી સાજીદ મીરને ગ્લોબલ ટેરિરિસ્ટ ઘોષિત કરાય તેવી માંગ ભારત એ  કરી હતી

ચીને પહેલા કર્યો હતો વિરોધ

ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા છે. UNમાં ભારત વતી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે જો આપણે સ્થાપિત આતંકવાદીઓને UNની વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં સક્ષમ નથી, તો તે આનો સામનો કરવાની ઈચ્છાશક્તિનો અભાવ દર્શાવે છે. આ સાથે ભારતીય રાજદ્વારીએ UNમાં જ સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ ચલાવવામાં આવી હતી.

ભારતે સાજિદ મીરનો ઓડિયો સંભળાવ્યો

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના આ પગલાની નિંદા કરી હતી. આ ઉપરાંત ભારતે UNમાં પાકિસ્તાન અને ચીન બંનેને અરીસો બતાવ્યો હતો. ભારતે આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ સંભળાવી હતી જેમા આતંકવાદી સાજીદ મીર તેના અન્ય આતંકવાદીને ગોળી મારવા કહેતો સાંભળી શકાય છે.

નેશનલ કમાન્ડ ઓથોરિટી દ્વારા કરાઈ જાહેરાત

પાકિસ્તાની લોકોને વધુ સમજાવવા માટે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારને કમાન્ડ અને કંટ્રોલ કરતી પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટીના સલાહકાર પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ખાલિદ કિડવાઈ દ્વારા એક જાહેરાત કરાઈ, જેમાં પાકિસ્તાન પાસે પરમાણુ સસ્ત્રોની સ્થિતિ શું છે, તેની વિસ્તૃત જાણકારી અપાઈ. આ નિવેદનમાં કહેવાયું છે કે ,પાકિસ્તાન પાસે હવે એવા પરમાણુ હથિયારો છે જેને માત્ર એક સૈનિક પોર્ટેબલ કન્ટેનર અથવા બ્રીફકેસમાં લઈ જઈ શકે છે. ઉપરાંત તેની પાસે 2750 કિલોમીટરની રેન્જને લક્ષ્ય બનાવતા પરમાણુ હથિયારો છે. ત્યારે ભારત શુ કરશે તે જોવુ રહ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે