રાજ્યમાં ક્યાં સ્થપાશે 13 નવી જીઆઇડીજીસી ?

0
60

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્વના નિર્ણયની વિગતો આપતા મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના ઝડપી ઔદ્યોગિક વિકાસ દ્વારા આર્થિક વિકાસ સાધી શકાય છે. જેને ધ્યાને લઇને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે ગુજરાત આજે રોજગારી પૂરી પાડવામાં દેશભરમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં વધુને વધુ રોજગારી ઉપલબ્ધ બને અને ઉદ્યોગગૃહો પોતાનો ઉદ્યોગ સરળતાથી સ્થાપી શકે તે આશયથી રાજ્ય સરકારે અનેકવિધ સુવિધાઓ ઓનલાઇન પૂરી પાડી છે. જેના પરિણામે ગુજરાતમાં મૂડી રોકાણ વધ્યું છે અને અનેક ઉદ્યોગગૃહો રાજ્યમાં આવ્યા છે. જેને ધ્યાને લઇને રાજ્યમાં રોજગારનું પ્રમાણ વધે તે આશયથી રાજ્ય સરકારે આ નવીન જી.આઇ.ડી.સી. સ્થાપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના રાજકોટ, મહેસાણા, મહિસાગર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, ગીરસમોનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ, અને જૂનાગઢ જિલ્લાના ૨૧ તાલુકાઓમાં જી.આઇ.ડી.સી. સ્થાપવામાં આવનાર છે. તે માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમ કામગીરી કરી રહ્યું છે.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝhttps://www.youtube.com/@VRLIVECHANNEL