સુરતમાં નળમાં ક્યા નિકળ્યું કલરફુલ વાસ મારતું પાણી- નાગરિકોએ શુ કહ્યું

0
74

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની ની ગુણવત્તા સુધારવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાં હજુ પણ સુરતમાં પીવાના પાણીનો કકળાટ દૂર થતો નથી. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાં પણ શહેરના અનેક વિસ્તારમાં કલર વાળું અને ગંધાતું પાણી મળી રહ્યું છે. શાસકો અધિકારીઓ સાથે બેઠક કરીને પીવાના પાણીના સેમ્પલ નાપાસ થયા હોવા છતાં પાણી સલામત હોવાનું કહી રહ્યાં છે બીજી તરફ કલર વાળું પાણી આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સુરતના રાંદેર, કતારગામ વરાછા અને ઉધના ઝોનના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ સાથે સાથે ઘણી વાર જીવાત વાળું મળતું હોવાની ફરિયાદ આવી રહી છે. ફરિયાદ બાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વોટરવર્કસ માંથી પાણી સલામત છે પણ ડિસ્ટ્રીબ્યુશન વખતે લાઈન લીકેજ હોવાથી આ પ્રકારની ફરિયાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.