ગાંધીનગર પોલીસે કેવી રીતે પકડી સટ્ટા ચલાવતી ગેંગ

0
201

ગાંધીનગર પોલીસે સટ્ટો રમાડતી એક ઇન્ટરનેશનલ ગેંગનો પર્દાફાશ કર્યો છે, આ ગેંગના 17 આરોપીઓને પીલીસે રાંદેસણના મેગ્નમ એપાર્ટમેન્ટમાંથી પકડવામાં આવ્યા છે, એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં 20 પૈકી 3 આરોપીઓ ફરાર છે, ઘટના સ્થળે થી પોલીસે લેપટોપ, 22 ચેકબુક,10 પાસપોર્ટ મોબાઇલફોન, ડેબિટકાર્ડ, ક્રેડીટ કાર્ડ અને રોકડ મુદ્દામાલ જપ્ત કરાયા છે, પોલીસની માનીએ તો મુખ્ય આરોપીઓ અન્ય લોકોને દુબઇ બોલાવી સટ્ટાની ટ્રેનિંગ આપતા હતા અને ભારત મોકલીને સટ્ટા રમાડવા માટે સેન્ટર શરુ કરવાની વ્યવસ્થા કરતા હતા,આ ગેંગ અગિયાર જેટલા ફ્રોડ કંપની ખોલતી અને આ  કંપનીના નામે બેંક એકાઉન્ટ  ખોલીને તેમાં આર્થિક વ્યવહારો કરાતા હતા ,,હાલ તમામ આરોપીઓ રાજસ્થાનના છે, જે ફ્લેટમાં થી આરોપીઓ પકડાયા હતા તે જયરાજ સિહ ભરત સિહ રહેવરના નામે છે,આમાં રવિમાળી અને જીતુ માળી મુખ્ય આરોપી છે,આ કેસમા ચર્ચાઇ રહ્યુ હતું કે કોઇ પુર્વ ધારાસભ્યની સંડોવણી છે, પણ પોલીસે સ્પષ્ટતા કરી છે કે આમાં કોઇ પુર્વ ધારાસભ્યનું નામ ખુલ્યું નથી,