Whatsapp : લાવ્યું શાનદાર ફીચર ! તમે પણ થઇ જશો ફેન !

6
245
whatsaapp
whatsaapp

Whatsapp : દરેક વ્યક્તિ વોટ્સએપ (Whatsapp) નો ઉપયોગ કરે છે. અને એમાં પણ વોઈસ મેસેજનો તો બધા ઉપયોગ કરતા હોય છે, જો તમે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો તમારે તેના નવા ફીચર્સ વિશે જાણવું જોઈએ. તેમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળે છે, પરંતુ હવે કંપનીએ તેના એક ખાસ ફીચરમાં પણ ફેરફાર કર્યા છે. આજે અમે તમને આ ફીચર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં કંપનીએ તેના ઓડિયો મેસેજમાં ફેરફાર કર્યો છે.

  • વોટ્સઅપ લાવ્યું શાનદાર ફીચર ! (Whatsapp)
  • વોઈસ મેસેજમાં પણ હવે ‘વ્યૂ વન્સ’નો વિકલ્પ
  • કેવી રીતે કરશો એક્ટીવ ?

whatsapp

વોટ્સઅપ લાવ્યું શાનદાર ફીચર ! (Whatsapp) brought a great new feature !

કોઈપણ ઓડિયો સંદેશ મોકલતા પહેલા, તમારે ખાતરી કરવી પડશે કે તે સંપૂર્ણ રીતે તપાસીને મોકલવામાં આવ્યો છે. આમાં તમને તળિયે ‘વ્યૂ વન્સ’નો વિકલ્પ આપવામાં આવશે. સામાન્ય રીતે, વીડિયો અને ફોટો  શેર કરતી વખતે આ વિકલ્પ ઉપલબ્ધ હતો. પરંતુ હવે આ વોઈસ નોટમાં પણ ઉપલબ્ધ થશે. કંપની લાંબા સમયથી ફોટો અને વીડિયો મોકલનારા યુઝર્સને આ વિકલ્પ આપી રહી હતી, હવે વોઈસ નોટ પર પણ આ શાનદાર ફીચર આપવામાં આવ્યું છે.

  • વોઈસ મેસેજમાં સંદેશ કેવી રીતે મોકલવો ?
  • 1 )વ્યૂ વન્સમાં મેસેજ મોકલતી વખતે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
  • 2 )સૌથી પહેલા ચેટ અને ઈન્ડિવિજ્યુઅલ ચેટ પર જાઓ.
  • 3 )અહીં માઇક્રોફોન પર ક્લિક કરો.
  • 4 )રેકોર્ડિંગને લૉક કરવા માટે ઉપર સ્વાઇપ કરો.
  • 5 )રેકોર્ડ બટનને ટેપ કરો અને પકડી રાખો.
  • 6 )આ પછી, જેવું બટન લીલું થશે, વ્યૂ વન્સ મોડ ચાલુ થઈ જશે.
  • 7 ) હવે તમે વૉઇસ મેસેજ મોકલી શકો છો.
  • 8 ) રીસીવર એકવાર મેસેજ વાંચશે અને તે આપોઆપ ડિલીટ થઈ જશે.

whatsapp new

હવે તમે જે પણ કન્ટેન્ટ વોઈસ મારફતે મોકલી રહ્યા છો, યુઝર તેને માત્ર એક જ વાર જોઈ શકે છે. એકવાર જોયા પછી તે ફરીથી જોઈ શકશે નહીં. સામાન્ય રીતે, જો તમે કોઈ ખાનગી માહિતી શેર કરી રહ્યાં છો, તો આ વિકલ્પ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અમે તમને જણાવી દઈએ કે, વ્હોટ્સએપ પ્રાઈવસીને લઈને નવા-નવા પગલાં લેતું રહે છે. હવે આ સિરીઝમાં પણ આ ફેરફાર કરવામાં આવ્યો છે. ફોટા અને વીડિયો મોકલતી વખતે યુઝર્સ વારંવાર આ વિકલ્પનો ઉપયોગ કરતા રહ્યા છે.

WhatsApp सुविधा: जुकरबर्ग ने बड़ा घोषणा की: वाट्सऐप एक ऐप में दो अकाउंट से बारी-बारी चलेगा


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.