ઈરાનના રાષ્ટ્રપતિની ઈઝરાયેલને શું આપી ધમકી ?

0
267

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આની વચ્ચે ઈરાને ઈઝરાયેલને ધમકી આપી છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ આર્મી ડેની ઉજવણી નિમિત્તે ઈઝરાયેલને ધમકી આપતા કહ્યુ છે કે, જો ઈરાન સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી તો તેનુ પરિણામ બહુ ખરાબ આવશે. ઈરાનનું માનવુ છે કે ન્યુક્લિયર પ્રોગ્રામમાં રોડા નાંખવા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે. ઈરાનના રાષ્ટ્રપતિએ આગ કહ્યુ હતુ કે, ઈઝરાયેલ જો કોઈ પણ આક્રમક પગલુ ભશે તો ઈઝરાયેલના તેલ અવીવ શહેરને અમે બરબાદ કરી દઈશું.