પ્રેગનેન્સી બાદ ક્યાં પ્રકારની કાળજી રાખવી જોઈએ ?

0
75

પ્રેગનેન્સી કેર વિષે આપણે સૌ કોઈ જાણીએ છીએ પણ વાત આવે કે ડિલીવરી પછી શું કરવું તો ત્યાં પ્રશ્નચિન્હ લાગી જાય છે..

આ લેખમાં માહિતી મેળવો કે ડિલીવરી થઇ ગયા બાદ ક્યાં પ્રકારની કાળજી રાખવી જોઈએ ?
કેટલા સમય બાદ બીજા ગર્ભધારણ માટે વિચારી શકાય ?

બાળકો આવ્યા બાદ સ્ત્રીઓની જિંદગી સંપૂર્ણ પણે બદલાઈ જાય છે. સ્ત્રીઓના તન સાથે સાથે મનની કાળજી રાખવી પણ જરૂરી છે…

પ્રેગનેન્સી
પ્રેગનેન્સી

પ્રશ્ન : પ્રેગનેન્સી બાદ શું સ્ત્રીઓનું વજન વધે છે ?

ઉત્તર : ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર કૃતિ સુથારના જણાવ્યા અનુસાર પ્રેગ્નેસની દરમિયાન સ્ત્રીનું ઓછામાં ઓછું 10થી 15 કિલો વજન વધતું હોય છે. એક વખત બાળકની ડીલવરી થઈ જાય છે એ જ સમયે લગભગ 5 કિલો જેટલું વજન સ્ત્રીનું ઓછું થઇ જાય છે. ત્યાર બાદના બેથી ત્રણ દિવસમાં બીજું ૨થી 5 કિલો સુધીનું વજન ઉતરી શકે છે. આ સમય બાદ વજન ઉતારવા માટે વધુ ઉતાવળ ન કરવું જોઈએ.

પ્રશ્ન : કેટલા સમય બાદ કસરત કરવી જોઈએ ?

ઉત્તર : ઓછામાં ઓછા બે માસ બાદ કસરતની શરૂઆત કરવી જોઈએ… પણ જો તકલીફ વધુ હોય તો ડોક્ટરની સલાહ અનુસાર જ સુચનાનું પાલન કરવું જોઈએ.કસરત કરવી પણ જરૂરી છે. પણ થોડા સમય બાદ અને ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ…

પ્રશ્ન : ડિલીવરી બાદ થતા માસિકમાં શું કાળજી રાખવી જોઈએ ?
ઉત્તર : પ્રથમ દસ દિવસ દરમિયાન માસિક આવવુંએ સામાન્ય બાબત ગણી શકાય છે. રેગ્યુલર માસિક દરમીયાન જેટલું માસિક થાય છે તેનથી સેજ વધારે માસિક આવે તો ગભરાવવાની જરૂર નથી રહેતી. શરૂઆતી દિવસોમ લાલ અને મરુન રંગનું માસિક આવી શકે છે. પણ બે સપ્તાહ બાદ માસિકનો રંગ ધીમે-ધીમે બદલાય છે. એક વખત માસિક અટકી ગયા બાદ તે બેથી ત્રણ સપ્તાહમાં ફરી શરૂ થઈ જાય આપણે તેને નોર્મલ નથી ગણી શકતા. જો આવું થાય છે તો તમારે અવશ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

પ્રશ્ન : ડિલવરીના કેટલા સમય બાદ જાતીય સુખ માણી શકાય ?

ઉત્તર : ડિલીવરીના દોઢ મહિનાથી બે મહિના સુધી ડોક્ટર દ્વારા સંબંધ ન બાંધવાની સલાહ આપમાં આવે છે.

આ કાર્યકર્મને આપ યુટ્યુબ અને ફેસબુક પર નિહાળી શકો છો