હમાસ (Hamas) શું છે? સશસ્ત્ર પેલેસ્ટિનિયન જૂથ માટે એક સરળ સમજુતી

1
163

Hamas : હમાસ  એ પેલેસ્ટિનિયન ઇસ્લામિક આતંકવાદી સંગઠન છે, જે ગાઝા પટ્ટી પર શાસન કરે છે. હમાસે (Hamas) ઇઝરાયલના વિનાશની શપથ લીધી છે અને 2007માં ગાઝામાં હમાસે (Hamas) સત્તા સંભાળી ત્યારથી ઇઝરાયેલ સાથે તેણે  અનેક યુદ્ધો લડ્યા છે.

હમાસ જૂથ શું છે? :

હમાસ (Hamas) જૂથ શું છે? હમાસનો અર્થ છે – ઇસ્લામિક પ્રતિકાર ચળવળ. અરબીમાં જેનો અર્થ થાય “ઉત્સાહ”.

આ જૂથ (Hamas) ગાઝા પટ્ટીને રાજકીય રીતે નિયંત્રિત કરે છે, જેનો વિસ્તાર લગભગ 365 ચોરસ કિમી (141 ચોરસ માઇલ) છે. જે બે મિલિયનથી વધુ લોકોનું ઘર છે, પરંતુ ઇઝરાયેલ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ના મુખ્ય પ્રમુખ મહમૂદ અબ્બાસને વફાદાર પેલેસ્ટિનિયન ઓથોરિટી અને ફતહ દળો સામે ટૂંકા યુદ્ધ પછી 2007 થી હમાસ ગાઝા પટ્ટીમાં સત્તામાં છે.

Hamas
Hamas

હમાસની રચના ક્યારે થઈ અને તેનો હેતુ શું છે? :

હમાસ ચળવળની સ્થાપના 1987માં ગાઝામાં એક ઇમામ, શેખ અહમદ યાસીન અને તેના સહયોગી અબ્દુલ અઝીઝ અલ-રાંતિસી દ્વારા કરવામાં આવી હતી, પ્રથમ ઇન્તિફાદાની શરૂઆત થઇ હતી, ત્યાર બાદ થોડા સમય પછી, પેલેસ્ટિનિયન પ્રદેશો પર ઇઝરાયેલના કબજા સામે બળવો થયો હતો.

(ઇન્તિફાદા, “ટુ શેક ઓફ” તરીકે અનુવાદિત – ઇન્તિફાદા એ અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે “છુટકારો મેળવવો)”. 1967માં છ-દિવસીય યુદ્ધ દરમિયાન ઇઝરાયલે વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને પૂર્વ જેરુસલેમ પ્રદેશો કબજે કર્યા. ઇઝરાયેલના 20 વર્ષના કબજા બાદ પેલેસ્ટિનિયન બળવો શરૂ થયો હતો.)

Palestinians
Palestinians

આ ચળવળ ઇજિપ્તમાં મુસ્લિમ લોકોની એક શાખા તરીકે શરૂ થઈ હતી અને ઐતિહાસિક પેલેસ્ટાઈનને મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયેલ સામે સશસ્ત્ર સંઘર્ષ કરવા માટે ઈઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડ નામની લશ્કરી પાંખની રચના કરી હતી.

આ સંગઠને ઇઝરાયેલના કબજાનો ભોગ બનેલા પેલેસ્ટિનિયન માટે સામાજિક કલ્યાણના કાર્યક્રમો પણ શરુ કર્યાં.

pre 1967 borders
pre-1967 borders

પેલેસ્ટિનિયન જૂથના સિદ્ધાંતો શું છે? :

પીએલઓ (પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન)થી વિપરીત, હમાસ ઇઝરાયેલના રાજ્યને માન્યતા આપતું નથી, પરંતુ 1967ની સરહદો પર પેલેસ્ટિનિયન રાજ્યનો દરજ્જો સ્વીકારે છે.

પેલેસ્ટિનિયન જૂથના નિર્વાસિત નેતા ખાલેદ મેશાલે 2017માં કહ્યું હતું કે, “તાજેતરના દબાણ અને કબજો ગમે તેટલો લાંબો ચાલે તો પણ, અમે પેલેસ્ટિનિયન વતનનો એક ઇંચ પણ છોડીશું નહીં.”

હમાસ 1990ના દાયકામાં ઇઝરાયેલ અને PLO વચ્ચે થયેલી ઓસ્લો શાંતિ સમજૂતીનો હિંસક વિરોધ કરે છે. હમાસ ઔપચારિક રીતે તેની સરહદોની અંદર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના માટે પ્રતિબદ્ધ છે.

Israel-Palestine conflict
Israel-Palestine conflict

તેના સાથીઓ અને સમર્થકો કોણ છે?

હમાસ એ એવા પ્રાદેશિક ગઠબંધનનો એક ભાગ છે જેમાં ઈરાન, સીરિયા અને લેબનોનમાં હિઝબુલ્લાહ જૂથનો પણ સમાવેશ થાય છે, જે મધ્ય પૂર્વ અને ઈઝરાયેલ તરફની અમેરિકાની નીતિઓનો વિરોધ કરે છે.

હમાસ અને ઇસ્લામિક જેહાદ: મધ્ય પૂર્વ (Middle East)ના બે સૌથી મોટા સશસ્ત્ર જૂથ (હમાસ અને ઇસ્લામિક જેહાદ) ઘણીવાર ઇઝરાયેલ વિરુદ્ધ એક થઈ કામ કર્યું છે અને ગાઝામાં વિવિધ સશસ્ત્ર કાર્યવાહી દરમિયાન લશ્કરીનું સંયુક્ત ઓપરેશન પણ પાર પાડ્યા છે. હમાસ અને  ઇસ્લામિક જેહાદ જૂથો વચ્ચેના સંબંધો ત્યારે વણસ્યા જયારે, હમાસે ઇઝરાયેલ સામેના હુમલા રોકવા પર ઇસ્લામિક જેહાદ પર દબાણ કર્યું.

Hamas and Islamic Jihad
Hamas and Islamic Jihad

ઈઝરાયેલ પર થયેલા હુમલા પાછળનું કારણ : 

હમાસના પ્રવક્તા ખાલેદ કડોમીએ એક ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયનો પર દાયકાઓથી થતા અત્યાચારોના જવાબમાં હમાસે તેનું લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું.

Hamas leader
Hamas leader

“અમે ઈચ્છીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સમુદાય ગાઝામાં પેલેસ્ટિનિયન લોકો પર અને અલ-અક્સા [મસ્જિદ] જેવા પવિત્ર સ્થળો વિરુદ્ધ અત્યાચાર બંધ કરાવે.  આ બધી બાબતો લડાઈ શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ છે.”

 “7 ઓક્ટોબનો હુમલાઓ તો માત્ર શરૂઆત છે.” – હમાસે અન્ય જૂથોને લડાઈમાં જોડાવાનું આહ્વાન કરતા કહ્યું.

દેશ, દુનિયા અને અન્ય સમાચાર માટે – ક્લિક કરો અહી –

જાણો હથિયારોના મામલે ઇઝરાઇલના મુકાબલે હમાસ કેટલું તાકાતવર

ફક્ત ઈઝરાયેલ જ નહીં, દુનિયામાં ચાલી રહ્યા છે અનેક યુદ્ધ (war); કેટલા દેશો, કેટલા યુદ્ધો…

ઈઝરાયેલ – પેલેસ્ટાઈન સંઘર્ષઃ મહિલાઓ અને બાળકો સાથે હમાસની ક્રૂરતાનો વીડિયો વાયરલ

ફક્ત ઈઝરાયેલ જ નહીં, દુનિયામાં ચાલી રહ્યા છે અનેક યુદ્ધ (war); કેટલા દેશો, કેટલા યુદ્ધો…

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

1 COMMENT

Comments are closed.