નવજાત શિશુ ના મૃત્યુદરમાં શું થયો છે વધારો !

0
92

શું રાજ્યમાં હકીકતમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ છે ?

તમને જાણીને નવાઈ લાગશે કે 91 દિવસમાં ૨૪૪૭ નવજાત શિશુના મોત થયા છે. તો આ જ સમયગળા દરમિયાન 27,૧૩૮ એવા બાળકોનો જન્મ થયો છે જેનું વજન ઓછું છે. આ સાથે જ ત્રણ મહિનામાં ૧,20,૩૨૮ કુપોષિત બાળકોનો જન્મ ગુજરાતમાં થયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એક એપ્રિલથી 30 જૂન સુધી ૨,૧૩૨ મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન એનેમિયાથી પીડિત છે .

ક્યાં કેટલી માતાના પ્રસુતિ વેળા મોત થયા છે ? ( 91 દિવસના આંકડા )

  • અમદાવાદ કોર્પોરેશન 15
  • કચ્છમાં 11
  • બનાસકાંઠા અને દાહોદ 10
  • રાજકોટ કોર્પોરેશનમાં 9
  • વડોદરામાં 7 બાળકો
  • ભરૂચમાં ત્રણ બાળકો
pic

ક્યાં કેટલા નવજાત શિશુના મોત થયા ?

  • અમદાવાદ કોર્પોરેશનમાં ૧૯૯
  • કચ્છમાં ૧૬૫
  • મહેસાણામાં ૧૪૨
  • આણંદમાં ૧૧૩
  • સાબરકાંઠામાં ૧૦૫
  • વડોદરામાં 73

દર વર્ષે ગુજરાતમાં અંદાજીત 12 લાખ બાળકોનો જન્મ થાય છે. જે માંથી 30 હજારથી વધુ બાળકોના મોત થાય છે. સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા કુપોષિત બાળકોનો આંકડો પણ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,૫૧૫ કુપોષિત બાળકોનો જન્મ થયો હતો…

દાહોદમાં સ્થિતિ વધુ ગંભીર :

દાહોદ જિલ્લામાં સૌથી વધુ ૨૧૫ નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા છે.

દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 14,૧૯૧ છે .

નર્મદામાં કુપોષિત બાળકોની સંખ્યા 12,૬૭૩ છે.