HomeDeshઅસદે 49 દિવસ શુ કર્યું- ચોંકાવનારો થયો ખુલાસો

અસદે 49 દિવસ શુ કર્યું- ચોંકાવનારો થયો ખુલાસો

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતિક અહેમદના પુત્ર અસદનું ગઈકાલે જ એન્કાઉન્ટર કરાયું છે. ગોળીબારમાં મોહમ્મદ ગુલામ અને અસદ અહેમદ માર્યા ગયા છે. ઝાંસીમાં યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અતીક અહમદનો દીકરો અસદ અને શૂટર ગુલામ 26 ફેબ્રુઆરીએ બાઈક દ્વારા કાનપુર અને પછી ત્યાંથી બસમાં દિલ્હી પહોંચ્યા. આ પછી ગુડ્ડુ મુસ્લિમ મેરઠ ગયો. અસદ અને ગુલામ 49 દિવસ સુધી સાથે રહ્યા. જ્યારે તે મુંબઈ, પશ્ચિમ બંગાળ અને બિહાર થઈને રાજસ્થાનના અજમેર પહોંચ્યો ત્યારે તે STFના હાથે ઝડપાઈ ગયો હતો. આ દરમિયાન ઘણી વખત પોલીસ અને STFની ટીમ અસદની ખૂબ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ દરેક વખતે તેઓ થોડીવારના અંતરે ભાગી જતા હતા. અસદની વાત કરીએ તો તે પ્રયાગરાજથી કાનપુર, નોડિયા મેરઠ અજમેર નાસિક અને દિલ્હી થઇ ઝાંસી પહોચ્યા હતા,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments