ઔરંગઝેબ અને મુસ્લિમો પર દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
મુસ્લિમે ક્યારેય ઔરંગઝેબને સ્વીકાર્યો નથી: દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં મુસ્લિમો અને ઔરંગઝેબને લઈને મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે કહ્યું, અમારા રાજા માત્ર છત્રપતિ શિવાજી મહારાજ છે. આપણી પાસે બીજો રાજા ન હોઈ શકે. ભારતમાં મુસ્લિમો ઔરંગઝેબના વંશજ નથી. ઔરંગઝેબ અને તેના વંશજો બહારથી આવ્યા હતા. રાષ્ટ્રીય વિચારો ધરાવતા આ દેશના મુસ્લિમે ક્યારેય ઔરંગઝેબને સ્વીકાર્યો નથી. તેઓ માત્ર છત્રપતિ શિવાજી મહારાજને માન આપે છે. મહારાષ્ટ્રમાં મુસ્લિમ શાસકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફડણવીસની આ ટિપ્પણી આવી છે.
ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું હતું કે, રાજ્યમાં અચાનક ઔરંગઝેબના સંતાનનો જન્મ થયો છે. હૈદરાબાદમાં એક સભાને સંબોધતા ઓવૈસીએ આ અંગે ટિપ્પણી કરી હતી.
ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પ્રશ્ન પૂછ્યો હતો
દેવેન્દ્ર ફડણવીસે ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગઝેબની સમાધિની મુલાકાત લેવા બદલ વંચિત બહુજન આઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકર પર પણ પ્રહાર કર્યા હતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું હતું કે શું તેમણે તેમના કૃત્યને મંજૂરી આપી છે. આ વર્ષની શરૂઆતમાં ઠાકરે અને આંબેડકરે ગઠબંધન કર્યું હતું.
નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર અકોલામાં જાહેર રેલીને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યું હતું કે, “અકોલા, સંભાજીનગર અને કોલ્હાપુરમાં જે બન્યું તે સંયોગ નહી પ્રયોગ હતો. આપણા રાજા એક જ છે અને તે છે છત્રપતિ શિવાજી મહારાજ… ભારતના મુસ્લિમો ઔરંગઝેબના વંશજો નથી. તેમણે વધુમાં કહ્યું કે મને કહો કે ઔરંગઝેબના વંશજો કોણ છે? ઔરંગઝેબ અને તેમના પૂર્વજો ક્યાંથી આવ્યા હતા?
RTE પ્રવેશ અંગે આવ્યા મહત્વના સમાચાર