પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી મામલો પક્ષો હાઈકોર્ટમાં

0
84
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી

પશ્ચિમ બંગાળ ની પંચાયત ચૂંટણી ઓમાં કેન્દ્રીય દળોની તૈનાતી અને નોમિનેશન માટે વધુ સમય આપવા માટે ભાજપ અને કોંગ્રેસ કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેના પર કલકત્તા કોર્ટે પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચને 12 જૂન સુધીમાં પંચાયત ચૂંટણી મામલે સોગંદનામું આપવા જણાવ્યું હતું.

કેન્દ્રીય દળોની તૈનાતી અને નોમિનેશન માટે વધુ સમય આપવા માંગ  

ચૂંટણી પંચને ૧૨ જૂન સુધીમાં સોગંદનામું આપવા કલકત્તા હાઈકોર્ટનો આદેશ

બીજેપી નેતા શુભેન્દુ અધિકારી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીની અરજી પર સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ડિવિઝન બેંચે રાજ્ય ચૂંટણી પંચને ચૂંટણીની સૂચના પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે, “આયોગને નોમિનેશન માટે વધુ સમય આપવો જોઈએ અને ઓનલાઈન નોમિનેશનમાં શું સમસ્યા છે? ચૂંટણી પંચે મમતા સરકાર સાથે વાત કરીને એ જણાવવાની જરૂર છે કે ચૂંટણીમાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવા જોઈએ કે નહીં.”, મહત્વનું છે કે, અહીં 8 જુલાઈએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 જૂન છે અને મતગણતરી 11 જુલાઈએ થશે.

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી

પશ્ચિમ બંગાળ: ભાજપ, કોંગ્રેસ કોર્ટમાં જાય છે, નોમિનેશન ફાઈલ કરવાની તારીખ વધારવાની માંગ કરે છે.

ઉમેદવારી નોંધાવવાની તારીખથી પરિણામોની ઘોષણા સુધી કેન્દ્રીય દળોની તૈનાતી પણ માગો

જો કેન્દ્રીય દળોની તૈનાતીની જરૂર હોય તો પડોશી રાજ્યોમાંથી ગોઠવી શકાય છે.

RSS ની કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ ભાજપને સલાહ