AI ને લઇ કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર નું નિવેદન

0
62
રાજીવ ચંદ્રશેખર AI
રાજીવ ચંદ્રશેખર AI

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર એ મહત્વની જાણકારી આપતા કહ્યું છે કે, “ડિજિટલ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AI નું નિયમન કરવામાં આવશે. AI દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે નિયમન કરવામાં આવશે.” રાજીવ ચંદ્રશેખર એ વધુમાં કહ્યું છે કે, “ઈન્ટરનેટ પર ટોક્સિસિટી અને ગુનાખોરીમાં ઘણો વધારો થયો છે. અમે ડિજિટલ( AI ) નાગરિકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને સફળ થવા દઈશું નહીં. 85 કરોડ ભારતીયો આજે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે 2025 સુધીમાં 120 કરોડ સુધી પહોંચવાની આશા છે. ડોક્સિંગ જેવા ગુનાઓ વધી રહ્યા છે. ડિજિટલ ઈન્ડિયા બિલ પર હિતધારકો સાથે આ મહિને જ ચર્ચા શરૂ થશે. નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.”

રાજીવ ચંદ્રશેખર AI
રાજીવ ચંદ્રશેખર

AIથી નાગરિકોને નુકસાન ન પહોંચે તેની ખાતરી કરાશે : ચંદ્રશેખર

AIનું નિયમન કરવામાં આવશે : ચંદ્રશેખર

સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે નિયમો ઘડશે જેથી કરીને ‘ડિજિટલ નાગરિકોને’ નુકસાન ન થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા નવ વર્ષમાં ડિજિટાઈઝેશનના સંદર્ભમાં ભારત કેટલું આગળ વધ્યું છે તેના પર વાત કરી હતી. તેઓએ કહ્યું કે, ” ઇન્ટરનેટ પર ગુનાખોરીમાં નોંધપાત્ર વધારો થયો છે. અમે ડિજિટલ નાગરિકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને સફળ થવા દઈશું નહીં. 850 મિલિયન ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે 2025 સુધીમાં 1200 મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે.”

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ૨ આરોપીઓને રાહત આપી


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.