Weather Forecast: MAY મારી નાખશે !! મતદાનના દિવસે હીટ વેવની આગાહી  

0
231
Weather Forecast
Weather Forecast

Weather Forecast: ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. 2024ના એપ્રિલ મહિનાની ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનામાં જ લોકોને જૂન મહિનો ચાલી રહ્યો હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો.

Weather Forecast

Weather Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હજુ પણ ભીષણ ગરમી જોવા મળશે. 2024 વર્ષ દરમિયાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ ગરમ જોવા મળ્યો છે. એપ્રિલ મહિનો સંપૂર્ણ ગરમ જોવા મળ્યો. 29 એપ્રિલના દિવસે એકદોકલ વિસ્તારમાં તાપામાન 45 ડિગ્રી કરતા વધુ જોવા મળ્યું હતું. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનુ રહેવાની શક્યતા છે.

Weather Forecast:  ગુજરાતમાં મતદાનના દિવસે હીટવેવની આગાહી

Weather Forecast

Weather Forecast: મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે  તેવી ગરમી પડવાની શક્યતા છે.રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મતદાનના દિવસે પણ ગુજરાતમાં ભીષણ ગરમીના શક્યતા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે.

Weather Forecast

Weather Forecast: આ વખતની ગરમી એટલા માટે ચોંકાવનારી છે કારણકે તેણે કેરળ, ઉટી, માથેરાન અને બેંગાલુરુના કેટલાક ભાગોમાં પણ તેની અસર જોવા મળી છે, જ્યાં સામાન્ય રીતે આ દિવસોમાં  ખુશનુમા વાતાવરણ હોય છે. દેશના અનેક વિસ્તારોમાં પારો 43 સુધી પહોંચી ગયો છે. ભીષણ ગરમીની અસર લોકસભા ચૂંટણીના મતદાન ઉપર પણ થઇ રહી છે. પ્રથમ બે તબક્કામાં મતદાન 60 થી 62 ટકાની આસપાસ રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાન અગાઉ હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી પાંચ દિવસ આનાથી પણ વધારે ગરમી પડવાની છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો