ગુજરાતને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

0
166

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતને લઈને નવી આગાહી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે, “ચોમાસું ૧૭ મે ના રોજ અંદમાન નિકોબરથી આગળ વધી શકે છે, જે પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે, જ્યારે ગુજરાતના દરિયામાં ૧૫ જૂન પહેલા તોફાન સર્જાઈ શકે છે. તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને  8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે.” તેમણે વધુમાં કહ્યું છે કે, “ 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી  શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. 22 જૂન આસપાસ ચોમાસાનો ગુજરાતમાં વિધિવત રીતે પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે.મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે.”