કલોલમાં પાણીની સમસ્યા

0
201

કલોલના  રેલવેના પુર્વ વિસ્તારના રહિશોને  પીવાના પાણીની સમસ્યાને લઇ પ્રાંત અધિકારીને આવેદન પત્ર  પાઠવ્યું હતું. આ અંગે નગરપાલિકામાં  સ્થાનિક રહિશો  રજુઆત કરવા  પહોંચ્યા હતા.પરંતુ  નગરપાલિકા પ્રમુખ  ઉર્વસીબેન પટેલે    તેમજ  ચિફ ઓફિસરે તમેને  મળવાનુ ટાળ્યુ હતું.જેના પગલે સ્થાનિકો નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણા  પર  ઉતર્યા હતા. પૂર્વના વોટર વર્કસ ની મોટરો વારંવાર ઊડી જવાથી રીપેર કરવામાં આવતી નથી તેના કારણે કલોલ પુર્વ વિસ્તારના લોકોને પૂરતું પાણી ન મળવાથી હાલાકી વેઠવી પડે છે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવશે તેવું સ્થાનિક કાઉન્સિલર અને રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું