પેઈન કિલર મેફ્ટાલ સ્પાસને લઈ ચેતવણી જાહેર, લોકો શું કરી રહ્યા છે ભૂલ

0
399
Meftal+Spas+-+Uses-+Side+Effects-+Composition-+Dosage+-+Price+10s-1920w
Meftal+Spas+-+Uses-+Side+Effects-+Composition-+Dosage+-+Price+10s-1920w

WARNING FOR MEDICINE : મોટાભાગે મહિલાઓના પર્સમાં મળતી મેફ્ટલ સ્પાસ દવાને લઈ મોટી જાહેર નોટિસ બહાર પાડવામાં આવી. જે બાદથી સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ દવા લેવી કે નહીં? આ દવા પેઈન રિલીવર તરીકે લેવામાં આવે છે, એટલે લગભગ બધા જ ઘરોમાં જરુર પડે ઉપયોગ થાય છે.

ભારતીય ફાર્માકોપિયા કમિશને તાજેતરમાં લોકોને સાવધાન કરતી જાહેર નોટિસ બહાર પાડી છે. IPC મુજબ પેટના દુખાવા, સાંધાના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે મેફ્ટલનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. જો કે તેના સેવનથી ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે.

meftal spas tablet 7 1641531172

શું ચેતવણી આપવામાં આવી?

મેફેનામિક એસિડ એટલે કે ‘મેફટાલ’ના બ્રાન્ડનેમ હેઠળ આ દવા વેચાય છે. ભારતીય ફાર્માકોપિયા કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેર નોટિસમાં ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, આ દવામાં Mefanamic acid નામનું મીઠું હોય છે, જેની શરીરમાં ખતરનાક આડઅસર થઈ શકે છે. આ મીઠાના કારણે DRESS Syndromeનું જોખમ રહેલું છે.

government issues a safety alert for painkiller meftal 083743844 1x1 1

DRESS સિન્ડ્રોમ એટલે શું?

DRESS સિન્ડ્રોમ એટલે ‘ડ્રગ રિએક્શન્સ વિથ ઓસિનોફિલિયા એન્ડ સિસ્ટમેટિક સિમ્પ્ટમ્સ સિન્ડ્રોમ’. તેમાં વધારે હાઈ ફીવર થઈ શકે છે, શરીરમાં નાની-નાની ગાંઠો થઈ શકે, બ્લીડિંગ ડિસઓર્ડર થઈ શકે છે. અને એવું જરૂરી નથી કે, આ આડઅસરો દવા લીધા પછી તરત જ થાય, દવા લીધાનાં 2થી 8 અઠવાડિયાંમાં ક્યારેય પણ થઈ શકે છે. આ સિવાય સામાન્ય પેઈન કિલરથી થતી આડઅસર તો છે જ. જેમ કે કિડની ડેમેજ, એસિડિટી.

ચેતવણી કેમ જાહેર કરવામાં આવી? | Warning issue For MEFTAL SPAS

મેફટાલ સ્પાસ દરેક મેડિકલ સ્ટોર પર સરળતાથી ઉપલબ્ધ છે. જેના કારણે લોકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. જો કે, લોકો દવા લેવાની રીત વિશે જાણતા નથી. ડોક્ટર જ્યારે આ દવા પ્રિસ્ક્રાઈપ એટલે કે લેવાનું કહે છે ત્યારે મોટાભાગે દર 12 કલાકે લેવાની સલાહ આપતા હોય છે. પરંતુ જ્યારે લોકો જાતે ખરીદીને દવા લે છે ત્યારે ક્યારેક પેઈન વધારે હોવાના કારણે 8 કલાક પહેલા પણ દવા લઈ લેતા હોય છે, જેના કારણે આડઅસર થાય છે. 

NOTICE

આડઅસરની જાણ કરી શકો છો

ભારતીય ફાર્માકોપિયા કમિશને જાહેર કરેલા એલર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘દવા ખાધા પછી તમને કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળે, તો તમે વેબસાઈટ – www.ipc.gov.in – અથવા એન્ડ્રોઈડ મોબાઈલ એપ ADR PvPI અને PvPI હેલ્પલાઈન દ્વારા એક ફોર્મ ભરી ફરિયાદ નોંધાવી શકો છો. અને આયોગ અંતર્ગત PvPI ના રાષ્ટ્રીય સંકલન કેન્દ્રને આ બાબતની જાણ કરી શકો છો.