slaping menu :  આ હોટલમાં લોકો ભોજન નહી પણ માર ખાવા જાય છે, અને બીલ પણ ચુકવે છે !!  

0
529
slapping menu
slapping menu

slaping menu : અડધા કલાકમાં 1300 રૂપિયાની ઓમલેટ ખાઓ અને 1 લાખ રૂપિયા જીતો, 1200 ગ્રામ વજનના પરાઠા ખાઓ અને જીવનભર મફત ભોજન જમો, 10 મિનિટમાં થાળી પૂરી કરો અને 5100 રૂપિયા જીતો. તમે આવા ઘણા હોટેલના માર્કેટિંગ ફંડા જોયા અથવા સાંભળ્યા હશે. પરંતુ શું તમે કોઈ હોટલના મેનુમાં થપ્પડની ડીસ જોઈ છે ? એ પણ છોકરીના હાથની !  જાપાનની એક રેસ્ટોરાં પોતાના હોટેલના જમવાના મેનુમાં થપ્પડની ડીસ (slaping menu)રાખી છે, લોકોને આકર્ષવા માટે  રેસ્ટોરાં નવા મેનુ સાથે બહાર આવ્યું છે. જેનું નામ છે સ્લેપ મેનુ.

slap

  

આ દુનિયામાં તમારી સાથે કંઈ પણ થઈ શકે છે, કોઈ ફૂડમાં વેજ ખાય છે તો કોઈ નોનવેજ, ચીન બાજુ જઈએ તો ત્યાં જીવતા સાપ, કરચલા કે દેડકા પણ ખાતા જોવા મળે છે, પરંતુ તમે કદી જોયું છે કે લોકો પૈસા આપી થપ્પડ ખાવા જાય છે, જાપાનની એક હોટલ ખુબ વાયરલ થઇ રહી છે, જ્યાં હોટેલના મેનુમાં સ્લેપ મેનુ રાખવામાં આવ્યું છે, અને તમને વિશ્વાસ નહિ આવે પરંતુ આ ડીસ એટલી બધી ફેમસ થઇ ગઈ કે ત્યાં લાંબી લાઈનો લાગતી હતી અને હોટેલ માલિકે હોટેલનો સ્ટાફ વધારવો પડ્યો હતો, શું છે સમગ્ર માહિતી આવો જોઈએ પહેલા આ વિડીઓ જોઈ લો….      

   

જાપાનના નાગોયા શહેરમાં શચિહોકો-યા (shachihokoya) નામની રેસ્ટોરાં છે. અહીં લોકો ભોજન પીરસતા પહેલા તેમના મોઢા પર થપ્પડ મારી દે છે. સ્કીમ સાંભળીને તમે દંગ રહી જશો. માત્ર 300 જાપાનીઝ યેન એટલે કે 170 રૂપિયામાં કિમોનો પહેરેલી વેઇટ્રેસ ઇચ્છુક ગ્રાહકને ચહેરા પર હાથ રાખીને વારંવાર થપ્પડ (slaping menu) મારે છે. એટલો મારે છે કે ગાલ લાલ થઈ જાય. આટલું જ નહીં, રેસ્ટોરાં બીજી સ્કીમ ઓફર કરે છે. 500 JPY માટે થપ્પડ મેળવવી. આ કુલ રૂ. 283 હતો. આ સ્કીમ હેઠળ ગ્રાહકને તેની પસંદગીના સ્ટાફ દ્વારા થપ્પડ મારી શકાય છે.છે ને ગજબનું મેનું

તમે વિચારતા હશો કે આવી થપ્પડ કોણ ખાશે? તો તમારા માટે ખાસ માહિતી. આ સેવા જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે. પુરુષો અને સ્ત્રીઓ બંને વચ્ચે. દેશની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ તે ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા પછી આ જાપાનીઝ રેસ્ટોરાંની ચર્ચા વધી ગઈ છે. આ રેસ્ટોરાંનો એક વીડિયો X પર બેન્કોક લૈડ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.  

slaping photo

આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો વ્યૂઝ મળ્યા છે. તેમજ વીડિયોમાં અનેક પ્રકારની કોમેન્ટ્સ આવી છે. વિડિયો જોયા પછી તમે ધ્રુજી ગયા હશો. કોઈ વ્યક્તિ આટલી ખરાબ રીતે કેવી રીતે થપ્પડ મારી શકે? અને બીજો તેને ખાઈ શકે છે. એટલું જ નહીં, તે સ્ટાફનો આભાર માનતો પણ જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હોટેલે આ વિવાદાસ્પદ સેવા વર્ષ 2012માં શરૂ કરી હતી. તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. તે એટલું લોકપ્રિય બન્યું કે રેસ્ટોરાંએ આ કામ માટે ઘણી છોકરીઓને રાખવાનું શરૂ કર્યું. પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેસ્ટોરાંે આ સેવા બંધ કરી દીધી છે.   

તમે આ પણ વાંચી શકો છો.

જાપાનના રાજદૂતને દાઢે વળગ્યો ભારતીય સ્વાદ