48 મતોથી વિજય, CCTV footage ગાયબ, રિટર્નિંગ ઓફિસર સામે આક્ષેપો… શું છે રહસ્ય NDA એ જીતેલી આ સીટનો..?

0
220
48 મતોથી વિજય, CCTV footage ગાયબ, રિટર્નિંગ ઓફિસર સામે આક્ષેપો... શું છે રહસ્ય NDA એ જીતેલી આ સીટનો..?
48 મતોથી વિજય, CCTV footage ગાયબ, રિટર્નિંગ ઓફિસર સામે આક્ષેપો... શું છે રહસ્ય NDA એ જીતેલી આ સીટનો..?

CCTV footage: મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પર શિવસેના (સિંદે ગ્રુપ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકરે 48 વોટથી જીત મેળવી છે. તેમણે શિવસેના (UBT-ઠાકરે ગ્રુપ)ના ઉમેદવાર અમોલ ગજાનન કીર્તિકરને હરાવ્યા. ગજાનન કીર્તિકર દ્વારા મતદાન કેન્દ્રમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરીને આ મામલે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. પરંતુ હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસે રિટર્નિંગ ઓફિસર (RO) પર આ કેસમાં FIR નોંધવાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો છે.

48 મતોથી વિજય, CCTV footage ગાયબ, રિટર્નિંગ ઓફિસર સામે આક્ષેપો... શું છે રહસ્ય NDA એ જીતેલી આ સીટનો..?
48 મતોથી વિજય, CCTV footage ગાયબ, રિટર્નિંગ ઓફિસર સામે આક્ષેપો… શું છે રહસ્ય NDA એ જીતેલી આ સીટનો..?

CCTV footageથી ઉકેલાશે રહસ્ય

એક અહેવાલ મુજબ આરઓ પર વોટિંગ હોલના સીસીટીવી ફૂટેજ આપવામાં સહકાર ન આપવાનો આરોપ છે. વાઈકરના સંબંધીને કથિત રીતે મુંબઈના નેસ્કો કાઉન્ટિંગ સેન્ટરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોવામાં આવ્યો હતો. ECIએ આમ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ, આરઓ 11 જૂનના રોજ મુંબઈ પોલીસ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં સીસીટીવી ફૂટેજ (CCTV footage)ની વિનંતી કરવામાં આવી હતી. અને ફરિયાદી સામે એફઆઈઆર નોંધવા માંગ કરવામાં આવી હતી. રિટર્નિંગ ઓફિસર (RO)એ કહ્યું છે કે તે CCTV footage મોકલશે, આસપાસમાં 77 સીસીટીવી કેમેરા છે.

આખરે શું છે વિવાદ?

વિવાદ 4 જૂને શરૂ થયો હતો જ્યારે શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પાંડિલકર કથિત રીતે મત ગણતરી દરમિયાન નેસ્કો સેન્ટરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ભારત જન આધાર પાર્ટીના સુરિન્દર મોહન અરોરાએ તરત જ આ અંગે વનરાઈ પોલીસને જાણ કરી અને એફઆઈઆર નોંધવાની વિનંતી કરી. વનરાઈ પોલીસે પંડિલકરનો ફોન જપ્ત કરી લીધો છે, પરંતુ હજુ સુધી કોઈ કોલ ડેટા રેકોર્ડ (સીડીઆર) કે સબસ્ક્રાઈબર ડેટા રેકોર્ડ (એસડીઆર) મળ્યો નથી. જોકે અરોરાનું નિવેદન નોંધવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. અરોરાએ કહ્યું કે વનરાઈ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ તેમને કહ્યું કે વરિષ્ઠ નિરીક્ષક ઉપલબ્ધ નથી, અને તેઓ તેમના વિના કાગળો પર સહી કરી શકતા નથી.

48 મતોથી વિજય, CCTV footage ગાયબ, રિટર્નિંગ ઓફિસર સામે આક્ષેપો... શું છે રહસ્ય NDA એ જીતેલી આ સીટનો..?
48 મતોથી વિજય, CCTV footage ગાયબ, રિટર્નિંગ ઓફિસર સામે આક્ષેપો… શું છે રહસ્ય NDA એ જીતેલી આ સીટનો..?

હાઇકોર્ટમાં પહોંચી શકે છે મામલો

અમોલ કીર્તિકર અને અરોરા જેવા ઉમેદવારો આ મામલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું વિચારી રહ્યા છે. 48 મતોથી હારી ગયેલા કીર્તિકરે એક સમાચાર એજન્સીને કહ્યું હતું કે એફઆઈઆર નોંધવામાં વિલંબથી પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. મુંબઈ પોલીસે મોબાઈલ ફોન જપ્ત કર્યો છે, જ્યારે આરઓએ સીસીટીવી ફૂટેજ (CCTV footage) પોતાની પાસે રાખ્યા છે.

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે નિષ્પક્ષ તપાસ માટે ફરિયાદી આરઓ ઓફિસમાંથી હોવો જોઈએ. અધિકારીએ કહ્યું કે ચૂંટણી પંચ આ મામલામાં સામેલ છે તેથી તે સાવધાન છે. એકવાર એફઆઈઆર નોંધાયા પછી, કોલ રેકોર્ડ્સ મેળવી શકાય છે અને ફોનની તપાસ કરી શકાય છે. અધિકારીએ એમ પણ કહ્યું છે કે એફઆઈઆર બાદ તપાસ રિપોર્ટ રિટર્નિંગ ઓફિસર (RO) અથવા કલેક્ટરને સુપરત કરવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો