મણિપુરમાં હિંસા યથાવત,બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

0
74
મણિપુરમાં હિંસા યથાવત,બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું
મણિપુરમાં હિંસા યથાવત,બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

મણિપુરમાં હિંસા યથાવત

બુધવારે પણ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું

બોમ્બ પણ ફેંકવામાં આવ્યા

મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસા ફાટી નીકળી છે. જે શાંત થવાનું નામ લઈ રહી નથી. મણિપુર હિંસામાં અનેક નિર્દોષ લોકો જીવ ગમાવી ચુક્યા છે. મંગળવારે પણ મણિપુર હિંસામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.ત્યારે બુધવારે પણ મણિપુરમાં હિંસા જોવા મળી હતી. જેમાં  મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં કાંગપોકપીની સરહદ નજીક અજાણ્યા બંદૂકધારીઓએ લોકો પર હુમલો કર્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના સભ્યો હતા.  

કૌટારુક ગામમાં આતંકવાદીઓએ ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંક્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. બોમ્બના કારણે ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ વિસ્તારમાં હાજર ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો.

મંગળવારે સવારે, આદિવાસી સમુદાયના ત્રણ લોકોને કાંગપોકપીના ખારમ વાઈફેઈ જિલ્લા નજીક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અઠવાડિયે કૌટારુકમાં ફાયરિંગ દરમિયાન 14 વર્ષની છોકરીને ગોળી વાગી હતી. મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે.મણિપુરના કૌટારુક ગામમાં અજાણ્યા બંદૂકધારીઓએ 10 બોમ્બ ફેંક્યા, હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બોમ્બના કારણે ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

મંગળવારે પણ થયું હતું ફાયરિંગ

રાજ્યના કાંગપોપકી જિલ્લામાં મંગળવારે કુકી જાતિના ત્રણ વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરી દેવાતા ટોળું ઉશ્કેરાયું હતું. ત્રણ વ્યક્તિઓની હત્યાની ઘટના બાદ ફરી એકવખત તણાવનો માહોલ ઊભો થયો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સની ટુકડીને સુરક્ષા હેતું ઊતારી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલો કરનારા એક વાહનમાં આવ્યા હતા. પછી ઈમ્ફાલ પશ્ચિમ અને કાંગપોપકી જિલ્લામાં આવેલા બોર્ડર એરિયામાં સ્થિત ઈરેંગમાં રહેતા લોકો પર હુમલો કર્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ