પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી ના દિવસે શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. બિહારના નાલંદાના જેના પગલે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સાસારામમાંતણાવવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાસારામમાંબ્લાસ્ટ થયો હતો. મોચી ટોલા વિસ્તારના ચેડીલાલ ગલીમાં એક ઘરના ઉપરના ભાગમાં સવારે 4 વાગ્યે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વિસ્ફોટની ઘટના બાદ વિસ્તારમાં તણાવ સર્જાયો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી..પોલીસે આ અંગે જણાવ્યું હતું કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.