HomeDeshNo Need for Panic Booking: LPG અછતની અફવાઓ પર કેન્દ્રની સ્પષ્ટતા '70%...

No Need for Panic Booking: LPG અછતની અફવાઓ પર કેન્દ્રની સ્પષ્ટતા ‘70% પુરવઠો અન્ય રૂટથી ભારત પહોંચ્યો, પેનિક બુકિંગ ન કરો’

No Need for Panic Booking: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે દેશમાં ગેસની અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે. ઓઇલ અને નેચરલ ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઊર્જા સુરક્ષા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દેશમાં કાચા તેલ (Crude Oil) તથા LPGનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.

No Need for Panic Booking: મંત્રાલયની મહત્વની સ્પષ્ટતા

image 54 2 19 1 1
  • નવો સેફ રૂટ: ઓઇલ-ગેસનો 70% પુરવઠો જોખમી ગણાતા હોર્મુઝ સ્ટ્રેટના બદલે અન્ય સુરક્ષિત રૂટથી ભારત પહોંચી ગયો છે.
  • કાર્ગો સુરક્ષિત: ભારત તરફ આવતા તમામ ઓઇલ અને ગેસના કાર્ગો દરિયાઈ માર્ગે સુરક્ષિત રીતે આગળ વધી રહ્યા છે.
  • પેનિક બુકિંગ ટાળો: સરકારે નાગરિકોને અપીલ કરી છે કે અછતની અફવાઓથી ગભરાઈને વધારાનું બુકિંગ કે સંગ્રહખોરી ન કરવી.

No Need for Panic Booking: રિફાઇનરીઓ અને બોટલિંગ પ્લાન્ટ્સ ફુલ મોડમાં

સરકારે ખાતરી આપી છે કે દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓ અને LPG બોટલિંગ પ્લાન્ટ્સ તેમની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ હોવા છતાં, સરકારે પુરવઠો ખોરવાય નહીં તે માટે અગાઉથી જ વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા તેલનો પુરવઠો સુનિશ્ચિત કરી લીધો છે

અફવાઓથી સાવધ રહેવા સૂચના

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ગેસની અછતને લઈને જે અહેવાલો વહેતા થયા હતા, તેને મંત્રાલયે સદંતર નકારી કાઢ્યા છે. ગ્રાહકોને તેમના નિયમિત સમયપત્રક મુજબ જ સિલિન્ડર મળતા રહેશે. વિતરણ નેટવર્ક સંપૂર્ણ રીતે સક્રિય છે અને સરકાર દર કલાકે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Drone Strike Near Dubai Airport:દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો: 1 ભારતીય સહિત 4 લોકો ઘાયલ, એરપોર્ટ નજીક 2 ડ્રોન ક્રેશ થતા હડકંપ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments