VIJAY BHABHOR EVM CAPTURING :  ‘EVM તો આપણા બાપનું છે’ નેતાના છોકરાએ કરી સરેઆમ લોકશાહીની હત્યા

0
210
VIJAY BHABHOR EVM CAPTURING
VIJAY BHABHOR EVM CAPTURING

VIJAY BHABHOR EVM CAPTURING :    ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું, પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.

VIJAY BHABHOR EVM CAPTURING

VIJAY BHABHOR EVM CAPTURING :   ‘EVM તો આપણા બાપનું છે’


VIJAY BHABHOR EVM CAPTURING :   દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં ‘EVM તો આપણા બાપનું છે’ તેવું બોલતો હોય તેવું સંભાળાઈ રહ્યું છે.

VIJAY BHABHOR EVM CAPTURING

VIJAY BHABHOR EVM CAPTURING :   લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્રમાં  સત્તાના નશા જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વીડિયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનની કાર્યવાહી શરૂ થઇ છે. વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.  આ સમગ્ર ઘટનામાં લોકશાહી અને ચૂંટણીની આચારસંહિતાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. આ ઘટના પરથી એ પણ પોકળતા સામે આવી છે. કે અહીંના મતદાન બૂથ   CCTVથી સજ્જ હોવાના દાવા પોકળ સાબિત થયા છે.

VIJAY BHABHOR EVM CAPTURING :   મીડિયામાં અહેવાલ બાદ બે આ ઘટનાને લઇને બે  વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. વીડિયોમાં દેખાતા બંને લોકોની અટકાયત કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.આ સમગ્ર ઘટનાને લઇને  એબીપી અસ્મિતાએ  મહીસાગર કલેક્ટર સાથે વાત કરી હતી. તે પરથી જાણવા મળ્યું છે કે, ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે  રિપોર્ટ માગ્યો છે. ઉપરાંત ચૂંટણી પંચે સમગ્ર બાબતે ફરિયાદ નોંધવા સૂચના આપી છે. બૂથના ચૂંટણી અધિકારી સામે તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. ચૂંટણી પંચે સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવા સૂચના આપવામાં આવી છે. નોંધનિય છે કે, જિલા ચૂંટણી  અધિકારીના રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી અંગે નિર્ણય લેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો