RUPALA : રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ફરીવાર ક્ષત્રિયોની માગી માફી, કહ્યું મારા કારણે મારી પાર્ટીને મોટું નુકશાન થયું

0
62
RUPALA
RUPALA

RUPALA :  ગુજરાતમાં ગઇકાલે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પુરી થઇ ચૂકી છે, લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મોટી પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે પરશોત્તમ રૂપાલાએ પહેલીવાર ખુલીને વાત કરી અને જણાવ્યું કે, આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ અને મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો. 

RUPALA

RUPALA :  રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટાં વમળો સર્જાયાં છે. જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું. એ મારું નિવેદન હતું, સમગ્ર ઘટનાનું કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાયો. સામાન્ય રીતે મારું વક્તવ્ય મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતું, પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ દ્વિધામાં મુકાયો.

RUPALA :  ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગું છું: રૂપાલા

RUPALA


RUPALA :  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા નિવેદન બદલ ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર. તે વખતે મેં પણ ક્ષત્રિય સમાજની માફી માગી હતી, પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય વિષય નથી. હવે પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોને લાગણી દુભાઇ હતી અને તે વખતે પણ મેં માફી માંગી હતી. આજે ફરી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગું છું.

RUPALA

તેમને કહ્યું કે, મારા નિવેદનના કારણે ઠેર ઠેર ભાજપનો વિરોધ થયો તે માટે હું બન્યો નિમિત બન્યો છું. હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારે લીધે પાર્ટીને ખુબ જ નુકસાન વેઠવું પડ્યું છે. બધુ ભુલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે. રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષત્રિયોની માગી માફી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.