Ambalal Patel new forecast : 10 થી 14 તારીખ રાજ્યમાં પડશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી  

0
611
Ambalal Patel new forecast
Ambalal Patel new forecast

Ambalal Patel new forecast : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. કાળઝાળની ગરમીની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, ૨ દિવસ બાદ રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.

Ambalal Patel new forecast

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, 10 મે થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા રહેલી છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. આ બાદ ફરીથી  24 અને 25 તારીખથી પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

Ambalal Patel new forecast :  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આવશે હવામાનમાં પલટો

Ambalal Patel new forecast

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 તારીખથી 14 તારીખ વચ્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 10 મેથી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની શક્યતા છે.

Ambalal Patel new forecast :  અંબાલાલ પટેલે 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા તેમણે વ્યકત કરી છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે.   

Ambalal Patel new forecast

Ambalal Patel new forecast : IMD અનુસાર, મે મહિનામાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવી શકે છે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી નાખશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.

Ambalal Patel new forecast

Ambalal Patel new forecast :  તંત્ર દ્વારા બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન જાહેર કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ આપવામાં આવી છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો