ઈન્ડો-કેનેડિયન હિંદુઓને ભારત પરત જવાની ધમકી આપવામાં આવી . પ્રતિબંધિત ખાલિસ્તાની અલગતાવાદી સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુને ઈન્ડો-કેનેડિયન હિંદુઓને ભારત પરત જવાની ધમકી આપી છે. પન્નુને વધુમાં જણાવ્યું હતું કે ઈન્ડો-કેનેડિયન હિંદુઓએ કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તેમની નિષ્ઠાનો ‘ત્યાગ’ કર્યો છે. ખાલિસ્તાની સંગઠન તરફી અલગતાવાદીએ એવો પણ દાવો કર્યો હતો કે ખાલિસ્તાન તરફી શીખો હંમેશા કેનેડા પ્રત્યે વફાદાર રહ્યા છે અને હંમેશા કાયદા અને દેશના બંધારણનું સમર્થન કર્યું છે.
કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે “સંભવિત કડી” હોવાનો આરોપ લગાવ્યાના એક દિવસ બાદ આ ધમકી આપવામાં આવી છે. આ વર્ષે જૂનમાં, કેનેડામાં એક ગુરુદ્વારાની બહાર અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. ગો ઈન્ડિયા’જેવા શીર્ષકવાળા ” પન્નુના હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તે કહેતા જોવા મળે છે.”ઇન્ડો-કેનેડિયન હિંદુઓ, તમે કેનેડા અને કેનેડિયન બંધારણ પ્રત્યેની તમારી નિષ્ઠાનો ત્યાગ કર્યો છે. તમારો મૂળ દેશ ભારત છે. કેનેડા છોડો, ભારત જાઓ, ‘કેનેડા છોડો, ઈન્ડો-હિંદુઓ, ‘ “ખાલિસ્તાન તરફી શીખો હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે. તેઓએ હંમેશા કેનેડાનો પક્ષ લીધો છે અને તેઓએ હંમેશા કાયદા અને બંધારણનું સમર્થન કર્યું છે.
SFJ ચીફે કેનેડિયન શીખોને 29 ઓક્ટોબરે વાનકુવરમાં જનમત માટે ભેગા થવા વિનંતી કરતા કહ્યું કે શું નિજ્જરની હત્યા માટે ભારતીય હાઈ કમિશનર વર્મા જવાબદાર છે કે કેમ? અલગતાવાદીની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રાલય (MEA)એ બુધવારે કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી.હાલની પરિસ્થિતિને જોતા અને ગુરપતવંત સિંહના આ નિવેદન પર કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોનું મૌનએ શું આ નિવેદનને સહમતી આપે છે? કેનેડીયન હિંદુ ફોર હાર્મોનિયના પ્રવક્તા વિજય જૈનએ નિવેદન આપ્યું છે કે ગુરપતવંત સિંહ પન્નુંનું આ નિવેદનથી કેનેડામાં રેહતા હિંદુઓમાં ડરનો માહોલ ઉભો થઇ રહ્યો છે. આ સાથે જ વિજય જૈનએ જુન ૧૯૮૫માં થયેલ હુમલા જેવો હુમલો ફરી ના થાય તેવી ચિંતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જુન ૧૯૮૫ ખાલીસ્તાન સમર્થકો દ્વારા મોરટીયાન-લંડન-દિલ્હી જતા એર ઈન્ડિયાના વિમાનને બોમ્બ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું, આ હુમલામાં ૩૦૭ પેસેન્જર અને ૨૨ કૃ મેમ્બર મૃત્યુ પામ્યા હતા. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી ખરાબ આતંકી હુમલો હતો.
આવામાં ભારત સરકારે આગાઉ ચેતવણી આપી જુઓ