નવા સંસદ ભવનની ડિઝાઇન બનાવી છે ગુજરાતની આ વ્યક્તિએ

0
204

ગુજરાતના દિગ્ગજ આર્કિટેક્ટ બિમલ પટેલે બનાવી છે નવા સંસદ ભવનની ડિઝાઈન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરીને દેશને અર્પણ કર્યું છે. આ સંસદ ભવનનું નિર્માણ જાણીતી બાંધકામ કંપની ટાટા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ આ ભવ્ય ઈમારતની ડીઝાઇન કોણે કરી છે તે તમે જનો છો ? ગુજરાતના ગુજરાતના દિગ્ગજ આર્કિટેક્ટ બિમલ પટેલે બનાવી છે નવા સંસદ ભવનની ડિઝાઈન.

બિમલ પટેલની અમદાવાદ શહેરમાં પોતાની ફર્મ છે અને લગભગ 35 વર્ષથી અર્બન પ્લાનિંગ અને પ્લાનિંગ સંબંધિત કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે . વર્ષ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે પદ્મશ્રી સન્માન પ્રાપ્ત થયું છે. પદ્મશ્રી બિમલ પટેલે ગુજરાત સહિત દેશ અને વિદેશમાં અનેક ઈમારતોની ડિઝાઈન તૈયાર કરી છે

અહી ઉલ્લેખનીય છેકે આજે વહેલી સવારથી વીક મંત્રોચ્ચાર સાથે દેશભરના સાધુ સંતોએ સંસદ ભવનના પરિસરમાં વાતાવરણ ધર્મમય બનાવ્યું હતું અને તમામ ધર્મના સંતો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ