HomeDeshઓવૈસીએ કહ્યું જે પણ થયું તે સારું નથી થયું

ઓવૈસીએ કહ્યું જે પણ થયું તે સારું નથી થયું

નવા સંસદ ભવન ઉદ્ઘાટન પ્રસંગે ઓવૈસીએ આપી પ્રતિક્રિયા

PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારથી નવી તસવીરો આવી રહી છે. અને તમામ વિપક્ષોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરુ કર્યું છે. આ દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી .તેમને કહ્યું કે જે કઈ પણ થયું તે સારું નથી થયું લોકસભા ભવનનું ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષે કરવું જોઈતું હતું .

અહી ઉલ્લેખનીય છેકે વિપક્ષોએ આજના સમારોહનો બહિષ્કાર કરેલો અને તેમની માંગણી હતીકે રાષ્ટ્રપતિના હસ્તે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવામાં આવે .

અહી ઉલ્લેખનીય છેકે નવી સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે લોકસભા અધ્યક્ષ દરેક પ્રસંગે વડાપ્રધાન સાથે હતા. એક તરફ વિપક્ષ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશભરમાંથી આવેલા તમામ ધર્મના સાધુ સંતોએ આ સમારોહમાં હાજર રહીને દેશના વિકાસ માટે રાજનીતિથી દૂર રહેવાની વાત કરી હતી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments