સામાન્ય પૈસાની લેતીદેતીમાં 4 શખ્શોએ કરી હતી હત્યા
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ થયેલી યુવકની કરપીણ હત્યાનો ભેદ વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને ચાર આરોપીઓને ઝડપી પડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં જુહાપુરામાં રહેતો અને મજુરી કામ કરતો યુવક અઝરુદ્દીનની હત્યા કરવામાં આવી હતી અને સામાન્ય પૈસાની લેતીદેતીમાં 4 જેટલા શખ્શોએ છરીના ઘા ઝીંકીને હુમલો કર્યો હતો અને કરપીણ હત્યા કરી હતી. આ ચારેય આરોપીને પકડવાના ચક્રો પોલીસે તેજ કાર્ય હતા અને ચાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE વધુ સમાચાર માટે અમારી વેબ સાઈટ જોતા રહો