Vehicle Explosion in Gujarat: ગુજરાતમાં વધતા શહેરીકરણ અને સમૃદ્ધિની સાથે વાહનોની સંખ્યામાં પણ રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. રાજ્ય પરિવહન વિભાગના ૨૦૨૪-૨૫ના તાજેતરના આંકડા મુજબ, ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોની સંખ્યા હવે ૩.૧૧ કરોડ પર પહોંચી ગઈ છે. છેલ્લા એક દાયકામાં વાહનોના રજિસ્ટ્રેશનમાં અંદાજે ૭૦% નો માતબર વધારો જોવા મળ્યો છે, જે સીધી રીતે રસ્તાઓ પર ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યામાં વધારો કરી રહ્યો છે.

Vehicle Explosion in Gujarat: ૨૫ વર્ષમાં ૬ ગણો વધારો
વર્ષ ૨૦૦૦-૦૧ના આંકડાઓ સાથે તુલના કરીએ તો તે સમયે રાજ્યમાં માત્ર ૪૮.૧૦ લાખ વાહનો હતા, જે ૨૫ વર્ષના ગાળામાં વધીને ૩.૧૧ કરોડ થયા છે.
- વર્ષ ૨૦૧૪-૧૫: ૧.૬૭ કરોડ વાહનો
- વર્ષ ૨૦૨૪-૨૫: ૩.૧૧ કરોડ વાહનો
- વૃદ્ધિ: ૧૦ વર્ષમાં ૧.૪૪ કરોડ નવા વાહનો ઉમેરાયા.
Vehicle Explosion in Gujarat: ટુ-વ્હીલર્સ અને કારનો દબદબો
ગુજરાતમાં કુલ વાહનોમાં સૌથી મોટો હિસ્સો ટુ-વ્હીલર્સનો છે:
- ટુ-વ્હીલર્સ: ૨.૪૭ કરોડ (કુલ વાહનોના ૭૫%)
- કાર: ૪૯.૫૪ લાખ (છેલ્લા ૫ વર્ષમાં કારના રજિસ્ટ્રેશનમાં ૪૦% નો વધારો)
- બસ: ૧.૬૩ લાખ
- ઓટોરિક્ષા: ૧૧ લાખ
- ટ્રેક્ટર/ટ્રેલર્સ: ૧૬.૨૫ લાખ
અમદાવાદ રાજ્યનું સૌથી વધુ વાહનો ધરાવતું શહેર
વાહનોના ભારણ મામલે અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે.
- અમદાવાદમાં કુલ ૬૧.૯૩ લાખ વાહનો નોંધાયા છે.
- શહેરમાં દર ૨.૩૬ વ્યક્તિએ સરેરાશ ૧ પેસેન્જર વાહન હોવાનું અનુમાન છે.
- અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ વાહનોની સંખ્યા ચિંતાજનક સ્તરે વધી રહી છે.
Vehicle Explosion in Gujarat: ટ્રાફિક અને પ્રદૂષણનો વધતો પડકાર
નિષ્ણાતોના મતે, વાહનોની આટલી મોટી સંખ્યા રસ્તાઓની ક્ષમતા કરતા વધી રહી છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન મોટા શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ (મેટ્રો, BRTS) નો ઉપયોગ વધારવો અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવું એ હવે સમયની માંગ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
Icc : ભારત–પાકિસ્તાન ટી-20 ને લઈને મોટી અપડેટ ! આઇસીસી આ શરત માને તો થઈ શકે છે ભારત-પાક મેચ




