Vadtaldham :શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ સમાન પાવન વડતાલધામ ખાતે આજે સોમવાર, તા. 15 ડિસેમ્બરે સુફલા એકાદશીના શુભ દિવસે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 224મા પ્રાગટ્યોત્સવની ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અખંડ મહામંત્ર ધૂનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશથી આવેલા સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.

ઉત્સવના આરંભે વડતાલધામ મંદિર પરિસરમાં ગોઠવાયેલા પૂજન મંચ પર શ્રી હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું તેમજ મહામંત્રનો દિવ્ય મહિમા હરિભક્તોને સમજાવ્યો હતો. ત્યારબાદ સંતોના હાથે ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી અને મહામંત્ર પોથીનું વિશેષ પૂજન પણ સંપન્ન થયું હતું.
આ પાવન અવસરે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, પૂ. લાલજી મહારાજ, ભજનાનંદી સ્વામી સહિત 40થી વધુ સંતો અને પાર્ષદોએ પૂજન, અભિષેક અને મહામંત્ર લેખનનો ધર્મલાભ લીધો હતો.
સભાને સંબોધતા ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું કે, માત્ર 224 વર્ષમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા ફરકાવી રહ્યો છે. આજે અનેક દેશોમાં ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જે મહામંત્રની આધ્યાત્મિક શક્તિનું જીવંત ઉદાહરણ છે. તેમણે તમામ હરિભક્તોને મહામંત્રનો વધુમાં વધુ જાપ અને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂ. શ્યામવલ્લભ સ્વામીએ વડતાલધામમાં ચાલી રહેલી કાયમી અખંડ ધૂનના અપૂર્વ રેકોર્ડ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ અખંડ ધૂનનો પ્રારંભ **7 ઑક્ટોબર 2006 (આસો સુદ પૂનમ)**ના રોજ સવારે 8 વાગ્યે થયો હતો અને ત્યારથી અવિરત રીતે ચાલુ છે.
Vadtaldham :વડતાલધામની અખંડ ધૂનના મહત્વના આંકડા:
- અખંડ ધૂનના કુલ દિવસ: 7,003 દિવસ
- અખંડ ધૂનના કુલ કલાક: 1,68,072 કલાક
- ઓનલાઈન મહામંત્ર લેખન સમયગાળો: 9 વર્ષ, 11 માસ, 27 દિવસ
- સંતો અને હરિભક્તો દ્વારા કુલ મંત્ર લેખન: 5,00,04,423
- હરિભક્તો દ્વારા અંકિત કુલ મહામંત્ર: 1,12,83,27,000
Vadtaldham :શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ઇતિહાસ:

મહામંત્રના ઇતિહાસ અંગે સમજાવતાં જણાવવામાં આવ્યું હતું કે, ફરેણી ગામે સંવત 1858માં માગશર વદ એકાદશીના દિવસે સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું. આ પાવન દિવસથી સહજાનંદ સ્વામી ‘શ્રી સ્વામિનારાયણ ભગવાન’ તરીકે પ્રસિદ્ધ થયા અને સંપ્રદાયનું નામ પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસ્થાપિત થયું હતું.
આ સમગ્ર ઉત્સવનું સફળ આયોજન ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી, કો. દેવપ્રકાશ સ્વામી અને પૂ. શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :
Ahmedabad News:અમદાવાદ નરોડામાં ‘ગોગો પેપર’ના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું




