vadodararain: વડોદરામાં વરસાદના ભારે ઝાપટાએ શહેરની હાલાત ખરાબ કરી દીધી છે. નીચાણવાળા વિસ્તાર માંડવી, અને લકડીપુલ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતા અને રોડ સાઇડમાં દુકાન ધરાવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ શહેરનું મહત્વનું ગણાતું અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ જતા તેમાંથી ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું હતું.
ગરનાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં
વડોદરામાં બે કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ (vadodararain) ખાબક્તા શહેર તરબતર થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની સપાટી 11.90 જોવા મળી રહી છે. બીજી તરફ લકડીપુલ અને રાવપુરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવર-જવર પર ભારે મુશ્કેલી પડી રહી છે. એક જ વરસાના ઝાપટામાં જનજીવન ખોરવાયું છે. શહેરના મહત્વના ગણાતા અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું છે.

વેપારીઓ બન્યા બેહાલ
સયાજીગંજમાં ફ્રુટના મહિલા વિક્રેતાનું કહેવું છે કે, વરસાદ (vadodararain) પડે એટલે પાણી ભરાઇ જાય છે. તેથી ગ્રાહકો આવતા નથી. અને વેચાણ ઘટી જાય છે. અમારા પરિવારનું ગુજરાન ફ્રુટના વેચાણથી થતી આવકથી થાય છે. આવક નહીં થાય તો અમે શું ખાઇશું..?, પાલિકાને શું કહેવું…!, વરસાદ પડે એટલે અમારો ધંધો મંદો પડી જાય છે.
આગામી બે કલાક 9 જિલ્લાઓ માટે ભારે