Home Gujarat Vadodara Vadodara: ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઇને...

Vadodara: ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઇને જવાશે#GambhiraBridgeCollapse #VadodaraTrafficUpdate

0
860

Vadodara: વાહનવ્યવહાર ખોરવાયો, વૈકલ્પિક રૂટ જાહેર

પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો, જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગંભીરા બ્રિજ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને  વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. 

ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીરા બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે, જે ગંભીરા બ્રિજ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

વૈકલ્પિક રૂટ

તારાપુરથી વડોદરા જતા ભારે વાહનો: સીધા વાસદ થઈને વડોદરા તરફ જવું.

બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનો: ગંભીરા બ્રિજ તરફ જવાને બદલે ઉમેટા થઈને નીકળવું. ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવો.

પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનો: ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોએ વાસદ થઈને નીકળવું.

ભરૂચ/જંબુસરથી સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો: કરજણ ભારતમાળા એક્સપ્રેસ (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ) અથવા કરજણ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

Vadodara

Vadodara: તમામ વાહનો માટે નવો વૈકલ્પિક રૂટ જાહેર

સૌરાષ્ટ્ર તરફથી તારાપુરથી બોરસદ થઈ વડોદરા તરફ તેમજ આસોદરથી આંકલાવ તરફ આવતા ભારે વાહનો: નેશનલ હાઈવે નં. 48, એક્સપ્રેસ હાઈવે, તથા ભારતમાળા (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આણંદથી વડોદરા તરફ આવતા ભારે વાહનો: મહીસાગર નદી પરનો સિધરોટ બ્રિજ ખૂબ જૂનો હોવાથી સાવચેતીના ભાગરૂપે ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

જાહેરનામાનો ભંગ

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ સામે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ ગુનો દાખલ કરવાની સત્તા ધરાવે છે.

Vadodara
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Vadodara: ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઇને જવાશે#GambhiraBridgeCollapse #VadodaraTrafficUpdate
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે