Vadodara: વાહનવ્યવહાર ખોરવાયો, વૈકલ્પિક રૂટ જાહેર
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો, જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગંભીરા બ્રિજ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે.
ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીરા બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે, જે ગંભીરા બ્રિજ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
વૈકલ્પિક રૂટ
તારાપુરથી વડોદરા જતા ભારે વાહનો: સીધા વાસદ થઈને વડોદરા તરફ જવું.
બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનો: ગંભીરા બ્રિજ તરફ જવાને બદલે ઉમેટા થઈને નીકળવું. ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવો.
પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનો: ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોએ વાસદ થઈને નીકળવું.
ભરૂચ/જંબુસરથી સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો: કરજણ ભારતમાળા એક્સપ્રેસ (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ) અથવા કરજણ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

Vadodara: તમામ વાહનો માટે નવો વૈકલ્પિક રૂટ જાહેર
સૌરાષ્ટ્ર તરફથી તારાપુરથી બોરસદ થઈ વડોદરા તરફ તેમજ આસોદરથી આંકલાવ તરફ આવતા ભારે વાહનો: નેશનલ હાઈવે નં. 48, એક્સપ્રેસ હાઈવે, તથા ભારતમાળા (દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
આણંદથી વડોદરા તરફ આવતા ભારે વાહનો: મહીસાગર નદી પરનો સિધરોટ બ્રિજ ખૂબ જૂનો હોવાથી સાવચેતીના ભાગરૂપે ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
જાહેરનામાનો ભંગ
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ સામે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ ગુનો દાખલ કરવાની સત્તા ધરાવે છે.

Table of Contents
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Vadodara: ગંભીરા બ્રિજ તૂટતાં નવો ડાયવર્ઝન રુટ જાહેર, જાણો હવે ક્યાં થઇને જવાશે#GambhiraBridgeCollapse #VadodaraTrafficUpdate