US-Israel Strike Iran’s Khondab Nuclear Plant:મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના મંડાણ? અમેરિકા-ઇઝરાયલનો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો

0
132
US-Israel Strike Iran’s Khondab Nuclear Plant
US-Israel Strike Iran’s Khondab Nuclear Plant

US-Israel Strike Iran’s Khondab Nuclear Plant:મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે તેના સૌથી ખતરનાક તબક્કે પહોંચી ગયો હોય તેમ લાગે છે. ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ’ (Khondab) ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે મોટો એરસ્ટ્રાઈક કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

US-Israel Strike Iran’s Khondab Nuclear Plant:પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવી 10થી વધુ બોમ્બ ઝીંકાયા

US-Israel Strike Iran’s Khondab Nuclear Plant

પ્રાપ્ત વિગતો અનુસાર, આ હુમલામાં ઈરાનના હેવી-વોટર રિએક્ટર અને પરમાણુ બોમ્બ બનાવવા માટે વપરાતા યલોકેક’ (Yellowcake) પ્રોડક્શન પ્લાન્ટને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લાન્ટ પર 10 થી વધુ શક્તિશાળી બોમ્બ ઝીંકવામાં આવ્યા છે. હુમલા બાદ વિસ્તારમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો, જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી રેડિયેશન લીક થવાના કોઈ સંકેત મળ્યા નથી.

US-Israel Strike Iran’s Khondab Nuclear Plant:ટ્રમ્પનો ‘સીઝફાયર’ પ્લાન અને અમેરિકાનો કથિત દગો

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 10 દિવસ માટે હુમલા રોકવાની (સીઝફાયર) વાત કરી હતી. ઈરાની મીડિયા આને ‘અમેરિકાનો દગો’ ગણાવી રહ્યું છે. એક તરફ શાંતિની વાતો અને બીજી તરફ સીધો પરમાણુ પ્લાન્ટ પર હુમલો થતા આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

IRGC ની ભયાનક ચેતવણી: “ઓફિસ છોડી દો”

હુમલાના તુરંત બાદ ઈરાની સૈન્ય પાંખ IRGC એ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે:

  • અમેરિકા અને ઇઝરાયલ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક પોતાની ઓફિસ છોડી દે.
  • કોઈપણ સમયે વળતો પ્રહાર કરવામાં આવશે.

ઈરાનમાં હાઈ એલર્ટ: નાગરિકોને સ્થળાંતરનો આદેશ

વળતા હુમલા અને યુદ્ધની ભીતિને પગલે ઈરાન સરકારે સાવચેતીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ઔદ્યોગિક વિસ્તારોની 1 કિમીની ત્રિજ્યામાં રહેતા તમામ સ્થાનિક નાગરિકોને તાત્કાલિક ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયો છે.

આ પણ વાંચો :મોંઘવારી સામે મોટી રાહત: કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો મોટો ઘટાડો