Home State Gujarat Tragedy near Dhoraji:ધોરાજીમાં મોટી દુર્ઘટના: ચાલુ બસે એક્સલ ભાંગતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો;...

Tragedy near Dhoraji:ધોરાજીમાં મોટી દુર્ઘટના: ચાલુ બસે એક્સલ ભાંગતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો; મોતના ધડાકા બાદ બસ ઝાડમાં ફસાઈ, ૪ મુસાફરો જૂનાગઢ રિફર”

0
262
Tragedy near Dhoraji
Tragedy near Dhoraji

Tragedy near Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસની એક્સલ અચાનક ભાંગી પડતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે બસે ત્રણ પલટી ખાઈને માર્ગ પર ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 22 મુસાફરો ઘાયલ થયા છે, જે પૈકી 4 ની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

Tragedy near Dhoraji:એક્સલ તૂટતા જ સર્જાયો ધડાકો, ચીસાચીસથી હાઈવે ગુંજી ઉઠ્યો

Tragedy near Dhoraji

મળતી માહિતી મુજબ, મુસાફરો પોતાના સ્વજનના ફૂલ પધરાવીને રાધનપુર બાજુથી પરત ફરી રહ્યા હતા ત્યારે ધોરાજીની ‘ડ્રીમ્સ સ્કૂલ’ પાસે બસની એક્સલ તૂટવાનો ભયાનક ધડાકો થયો હતો. જોતજોતામાં બસ ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ હતી અને બે થી ત્રણ પલ્ટીઓ ખાઈને રસ્તા કિનારે ઝાડવામાં ફસાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ મુસાફરોમાં મરણચીસો ફાટી નીકળી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

Tragedy near Dhoraji: હોસ્પિટલમાં દોડધામ: 4 ગંભીર ઈજાગ્રસ્તો જૂનાગઢ રિફર

Tragedy near Dhoraji

અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 22 મુસાફરોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

  • કુલ ઈજાગ્રસ્ત: 22 મુસાફરો (મહિલાઓ, પુરુષો અને વૃદ્ધો)
  • ગંભીર હાલત: 4 મુસાફરો (વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા)

Tragedy near Dhoraji:પૂર્વ ધારાસભ્ય અને પોલીસ કાફલો દોડી આવ્યો

Tragedy near Dhoraji:

અકસ્માતની જાણ થતા જ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલનો સ્ટાફ પૂરતી તત્પરતાથી સારવાર કરી રહ્યો છે અને સ્થાનિક સામાજિક સંસ્થાઓ પણ મદદમાં જોડાઈ છે. બીજી તરફ, એસ.પી. અને પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

મુસાફરોની આપવીતી: “અમે તો સૂતા હતા અને અચાનક…”

Tragedy near Dhoraji:

બસમાં સવાર શારદાબેને જણાવ્યું કે, “અમે કાકાના ફૂલ પધરાવીને આવતા હતા અને બધા સૂતા હતા. અચાનક શું થયું તેની ખબર જ ન પડી અને ગાડી ત્રણ પલ્ટી ખાઈને ઝાડ સાથે અથડાઈ ગઈ.” અન્ય એક મુસાફર કરનભાઈએ જણાવ્યું કે, મોટો ધડાકો થયો અને ગાડી ડ્રાઈવરના કાબૂમાં રહી નહોતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના મંડાણ? અમેરિકા-ઇઝરાયલનો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે