ડિસેમ્બરમાં બંધ થશે આ UPI ID, નવો નિયમ જાણીને તમે પણ થઈ જશો હેરાન!

1
59
UPI ID
UPI ID

UPI નો ઉપયોગ ભારતમાં મોટા ભાગના લોકો કરે છે. સરકાર UPI યુઝર્સની સુરક્ષાને લઈને ચિંતિત છે અને નવા નિયમો લાગુ કરી રહી છે. કેટલાક UPI ID ડિસેમ્બર મહિનામાં બ્લોક થઈ શકે છે, જોકે આ નિયમ કેટલાય સમયથી અમલ હેઠળ હતો પરંતુ છેલ્લા એક વર્ષથી આ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હવે આ નિયમ હેઠળ, થર્ડ પાર્ટી એપ્સ 2023 સુધીમાં નિષ્ક્રિય થઈ જશે.

ભારતમાં મોટાભાગનો આર્થિક વ્યહવાર હવે ઓનલાઈન એટલે કે  UPI હેઠળ કરવામાં આવે છે. લાકો લોકોના થતા આ ટ્રાન્જેકશન બાબતે સરકાર યુઝર્સની સુરક્ષાને લઈને પણ સતત ચિંતિત છે. જો તમે પણ UPI યુઝર છો તો તમારે આજે જ નવા નિયમો વિશે જાણી લેવું જોઈએ. સરકાર ડિસેમ્બર મહિનામાં કેટલાક UPI આઈડીને બંધ કરવા જઈ રહી છે. જો તમે તેની અવગણના કરશો તો તમારે પણ ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. ઉપરાંત, આ નિયમોને જાણ્યા પછી, તમે તમારું UPI આઈડી સુરક્ષિત રીતે સાચવી શકો છો.

UPI ID

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Goole Pay, Paytm, PhonePe સહિતની તમામ પેમેન્ટ એપને UPI આઈડી અને નંબરને નિષ્ક્રિય કરવા કહ્યું છે. પરંતુ આ નિયમ હેઠળ, ફક્ત તે જ UPI ID ને નિષ્ક્રિય કરવામાં આવશે જેનો છેલ્લા એક વર્ષમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. NPCIએ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને 31 ડિસેમ્બર, 2023 ની ડેડ લાઈન આપી છે.

તમારા UPI ID ને કેવી રીતે સાચવશો :

જો તમે પણ તમારું UPI આઈડી સુરક્ષિત કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા તેનો ઉપયોગ કરવો પડશે. આ માટે તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સાથે UPI ID એક્ટિવેટ ગણાશે. જ્યારે તમે UPI ID નો સતત ઉપયોગ કરો છો, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આમાં તમારા UPI આઈડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

UPI ID કેવી રીતે ચેક કરવું?

UPI આઈડી ચેક કરવા માટે તમારે તમારી પેમેન્ટ એપ પર જવું પડશે. જો તમે Paytm નો ઉપયોગ કરો છો, તો તમને તેની માહિતી તમારી પ્રોફાઇલમાં અહીં મળશે. અહીં તમે ઈચ્છો તો UPI આઈડી એક્ટિવેટ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. Google Pay અને PhonePe સાથે પણ આવું જ છે. જ્યાં તમને તમારા એકાઉન્ટ અને UPI ID વિશે માહિતી મળે છે.

1 COMMENT

Comments are closed.