Update X : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X“ પર મોટો બદલાવ, પ્રાઇવેટ કરાયું આ ફીચર્સ  

0
242
Update X
Update X

Update X : વિશ્વભરમાં કરોડો લોકો Xનો ઉપયોગ કરે છે. જેને અગાઉ ટ્વિટરના નામેથી ઓળખવામાં આવતું હતું. જ્યારથી એલન મસ્કે Xને ખરીદી લીધું છે, ત્યારથી તેમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. હાલમાં જ X પર એડલ્ટ કન્ટેન્ટને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે હવે લાઈક્સને પણ પ્રાઈવેટ કરી દેવામાં આવી છે.

Update X

Update X :  પોર્ન માટે મોટો બદલાવ ?

સોશિયલ મીડિયા સાઈટ X પર હવે તમે કોઈ કન્ટેન્ટ લાઈક કરશો તો એ માત્ર તમને જ જોવા મળશે. પબ્લિક લાઈક્સને ડિફોલ્ટ રીતે પ્રાઈવેટ કરી દેવામાં આવી છે. હવે તમે પણ કોઈની લાઈક્સને નહીં જોઈ શકો. જણાવી દઈએ કે X પર એડલ્ટ કન્ટેન્ટ વધારે ચાલે છે. અહેવાલો અનુસાર, સેક્સ્યુઅલ કન્ટેન્ટ બનાવતી એક ચર્ચિત સાઈટ પર આ પ્લેટફોર્મથી ઘણો ટ્રાફિક મળે છે.

Update X

Update X :  સોશિયલ મીડિયા સાઈટ X પર કોઈક કોન્ટેન્ટને લાઈક કરીને લોકો વારંવાર ટ્રોલનો શિકાર બને છે. હવે આવું નહીં થાય કારણ કે X પરની લાઈક્સને પ્રાઈવેટ કરી દેવામાં આવી છે. એટલે કે જો કોઈ યુઝર કોઈ પ્રકારના કોન્ટેન્ટને લાઈક કરશે તો એ વિશે બીજા કોઈને ખબર નહીં પડે. એલન મસ્કે તેના ઓફિશિયલ હેન્ડલ પર લખ્યું, “મહત્ત્વપૂર્ણ બદલાવ: તમારી લાઈક્સને હવે પ્રાઈવેટ કરી દેવામાં આવી છે.

Update X

એલન મસ્કે X ના ઓફિશિયલ એકાઉન્ટની એક પોસ્ટ શેર કરી જેમાં જણાવ્યું છે કે જો તમે કોઈ કોન્ટેન્ટ X પર લાઈક કરો છો તો તે ફક્ત તમને જ દેખાશે, અને અન્ય લોકો તેને જોઈ શકશે નહીં. પોતાની પોસ્ટ માટે નોટિફિકેશન બોક્સમાં લાઈક્સ કાઉન્ટ અને અન્ય મેટ્રિક્સ દેખાશે.

Update X

Update X :   કંપનીનું કહેવું છે કે, આ સ્ટેપ યૂઝર્સની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું છે. એલન મસ્કે બુધવાર જાણકારી આપી હતી કે, લાઈક્સ હવે પ્રાઈવેટ હશે. લાઈક્સને પ્રાઈવેટ કર્યા પછી પોસ્ટ પર લાઈકની સંખ્યા વધી છે. તેને એક ગ્રાફ પણ શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, લાઈક્સને પ્રાઈવેટ કર્યા પછી યૂઝર્સ વધુ પોસ્ટ્સને લાઈક કરી રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો